દેશમાં ધાર્મિક સ્થળો જ પર્યટનના મુખ્ય કેન્દ્રો બન્યા: ઓયોનો રિપોર્ટ
વાર્ષિક રિપોર્ટ અનુસાર, પુરી, વારાણસી અને હરિદ્વાર સૌથી વધુ ફરવાલાયક ધાર્મિક સ્થળો છે. જ્યારે હૈદરાબાદ આ વર્ષે ભારતનું સૌથી વધુ બુક થયેલું શહેર છે. આ રિપોર્ટમાં ટ્રાવેલ પેટર્ન અને અહેવાલોની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ રિપોર્ટમાં આખા વર્ષનો ટ્રાવેલ ટેક બુકિંગ ડેટા પણ સામેલ કરવામાં આવ્યો છે.
ઓયો અનુસાર, ભારતમાં ધાર્મિક સ્થળો પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પુરી, વારાણસી અને હરિદ્વાર સૌથી વધુ ફરવાલાયક તીર્થ સ્થળો છે. જ્યારે ઓછા લોકોએ દેવઘર, પલાની અને ગોવર્ધન જેવા આધ્યાત્મિક સ્થળોની મુલાકાત લીધી છે.
હૈદરાબાદ પછી બેંગલુરુ, દિલ્હી અને કોલકાતા જેવા શહેરો બુકિંગ કરનારા લિસ્ટમાં સૌથી ઉપર છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ યાદીમાં ઉત્તર પ્રદેશે નંબર વન પર પોતાનું સ્થાન બનાવ્યું છે. મહારાષ્ટ્ર, તેલંગણા અને કર્ણાટકમાંથી પણ ઘણું બુકિંગ થયું છે. પટના, રાજમુંદરી અને હુબલી જેવા નાના શહેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. આ રિપોર્ટના આધારે એવું કહેવું ખોટું નહીં હોય કે બુકિંગમાં વાર્ષિક ધોરણે 48 ટકાનો વધારો થયો છે.
ઓયોએ કહ્યું કે આ વર્ષે ઘણા લોકોએ રજાઓ દરમિયાન પ્રવાસ કર્યો છે.
જયપુર પણ પાછળ નથી અને પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, ત્યારબાદ ગોવા, પોંડિચેરી અને મૈસુર જેવા સદાબહાર મનપસંદ સ્થળો આવે છે. રસપ્રદ વાત એ છે કે મુંબઈમાં બુકિંગમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ઓયોના ગ્લોબલ ચીફ સર્વિસ ઓફિસર શ્રીરંગ ગોડબોલેએ જણાવ્યું હતું કે, 2024 વૈશ્વિક મુસાફરીના દૃષ્ટિકોણથી ખૂબ જ અલગ વર્ષ રહ્યું છે. તહેવાર દરમિયાન બુકિંગ ખૂબ જ વધારે હોય છે.