ધાર્મિક સ્વતંત્રતામાં ધર્મ પરિવર્તનનો સામૂહિક અધિકાર નથી, અલ્હાબાદ હાઈકોર્ટ
બળજબરીપૂર્વક મુસ્લિમ ધર્મ કબૂલ કરાવવાના કેસમાં ટિપ્પણી
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ અધિનિયમ 2021નો હેતુ તમામ વ્યક્તિઓને ધાર્મિક સ્વતંત્રતાની બાંયધરી આપવાનો છે, તે ભારતના સામાજિક સમરસતાને પ્રતિબિંબિત કરે છે. આ કાયદાનો હેતુ ભારતમાં બિનસાંપ્રદાયિકતાની ભાવના જાળવી રાખવાનો છે. બળજબરીપૂર્વક મુસ્લિમ ધર્મ કબૂલ કરાવવા અને જાતીય શોષણના આરોપીની જામીન અરજી ફગાવતા જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્ચે આ ટિપ્પણી કરી હતી.
કોર્ટે કહ્યું હતું કે, બંધારણ દરેક વ્યક્તિને તેના ધર્મને માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે, પરંતુ આ વ્યક્તિગત અધિકાર ધર્મ પરિવર્તન કરાવવાના સામૂહિક અધિકારમાં પરિવર્તિત થતો નથી. ધાર્મિક સ્વતંત્રતા ધર્મ પરિવર્તન કરનાર અને ધર્મ પરિવર્તન કરાવનારા વ્યક્તિ બંન્નેને સમાન રીતે પ્રાપ્ત થાય છે. અરજદાર અઝીમ વિરુદ્ધ છોકરીને બળજબરીપૂર્વક ઇસ્લામ કબૂલ કરાવવા અને તેનું જાતીય શોષણ કરાવવાના આરોપમાં આઇપીસીની કલમ 323/504/506 અને ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઑફ અનલોફુલ ક્ધવર્ઝન ઑફ રિલિજિયન એક્ટ, 2021ની કલમ 3/5(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપી (અરજીકર્તા)નું કહેવું છે કે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. પીડિતા તેની સાથે સંબંધમાં હતી, તેણે સ્વેચ્છાએ તેનું ઘર છોડી દીધું હતું. તેણીએ સંબંધિત કેસમાં કલમ 161 અને 164 સીઆરપીસી હેઠળ નોંધાયેલા નિવેદનોમાં પહેલેથી જ તેના લગ્નની પુષ્ટી કરી છે.
જામીનનો વિરોધ કરતી વખતે સરકારી વકીલે કલમ 164 ઈઙિઈ હેઠળ માહિતી આપનારનું નિવેદન ટાંક્યું હતું. તેણે ઇસ્લામમાં ધર્મ પરિવર્તન માટે દબાણ તેમજ ધર્મ પરિવર્તન વિના લગ્ન કરવાના આરોપો વર્ણવ્યા હતા.આ તથ્યોની પૃષ્ઠભૂમિમાં કોર્ટે નોંધ્યું છે.
કે સૂચના આપનારાએ કલમ 164 ઈઙિઈ હેઠળ નોંધાયેલા તેના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અરજદાર અને તેના પરિવારના સભ્યો તેને ઇસ્લામ સ્વીકારવા દબાણ કરી રહ્યા હતા. તેમને બકરીદના દિવસે પશુ બલિદાન અને માંસાહારી ભોજન બનાવવા અને ખાવા માટે રાંધવા અને માંસાહારી ખોરાક ખાવાની પણ ફરજ પાડવામાં આવી હતી.