રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બજેટમાં મધ્યમ વર્ગ-કરદાતાને રાહત, ખેડૂતો માટે વિશેષ ભંડોળ

11:03 AM Jul 23, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

નાના-સુક્ષ્મ ઉદ્યોગોને સબસીડી માટે મોટા ભંડોળની ફાળવણી, મહિલાઓ માટે વિશેષ જોગવાઈઓ, ચાર રાજ્યોની ચૂંટણી પૂર્વે બજેટમાં લહાણી

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે મોદી સરકારની ત્રીજી ટર્મનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં આજે આરોગ્ય, સેવા, વિજ્ઞાન, સંશોધન ને પ્રોત્સાહન આપવા માટે અનેક નવી યોજનાઓની જાહેરાત કરી છે આ ઉપરાંત કેન્દ્રીય નાણામંત્રી દ્વારા મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપતા અનેક પગલાની જાહેરાત કરી છે. આગામી છ માસમાં મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને દિલ્હી સહિત ચાર રાજ્યોમાં યોજાનાર ધારાસભાની ચૂંટણીની સીધી અસર આજના બજેટમાં જોવા મળી રહી છે.

આજે જાહેર કરેલા બજેટમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના મેનિફેસ્ટોમાં જાહેર કરવામાં આવેલા અનેક પ્રકલ્પોની પાછળ નાણાની ફાળવણી કરવામાં આવી છે આ ઉપરાંત દેશમાં અનેક નવી ટ્રેનો અને અનેક નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે.

દેશના સૌથી મોટા ક્ષેત્ર કૃષિમાં ખેડૂતોને ટેકાના ભાવ માટે સરકારે મોટું ભંડોળ ફાળવ્યું છે આ ઉપરાંત નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને મળતી સબસીડી માટે પણ સરકારે મોટું ભંડોળ ફાળવ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે પણ બજેટમાં કેન્દ્રીય નાણામંત્રીએ અનેક જોગવાઈઓ કરી છે.

આ વર્ષે લોકસભા ચૂંટણીના ચાર જૂનના રોજ પરિણામ આવ્યા બાદ ભાજપ અને સાથી પક્ષોની મળીને બનેલી એનજીએ સરકાર પાસેથી લોકોને પોતાના મેનીફેસ્ટોમાં આપેલા અનેક વચનો બજેટમાં પુરા કરવામાં આવશે તેવો આશાવાદ હતો. મોદી સરકારે સાથી પક્ષો શાસિત રાજ્યોમાં બિહાર અને આંધ્રપ્રદેશ માટે અગાઉ જ મોટી જાહેરાત કરી હતી આ ઉપરાંત બજેટમાં પણ આ અંગેની જોગવાઈઓ કરી દેવામાં આવી છે.

યુવાઓ માટે પણ ખાસ ભંડોળની ફાળવણી કરવામાં આવી છે. રેલવે સુરક્ષા મૃદ્દે પણ મોટી રકમ ફાળવવામાં આવી છે. આ બજેટ આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ખાસ તૈયારી કરવામા આવ્યું છે.

નિર્મલા સીતારામને સતત 7મી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરશે. આ સાથે નિર્મલા સીતારમણ તેમનું સતત સાતમું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચશે અને તેઓ મોરારજી દેસાઈ દ્વારા સતત 6 બજેટ રજૂ કરવાનો રેકોર્ડ તોડશે. જોકે, સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ હજુ પણ મોરારજી દેસાઈના નામે જ રહેશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી મહિને 65 વર્ષનાં થઈ રહ્યાં છે. તેમને 2019માં ભારતના પહેલાં પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી બનાવાયા હતા. ત્યારથી તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરીને સતત છ બજેટ રજૂ કર્યા હતા. હવે તેઓ સાતમું બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. મોરારજી દેસાઈએ વર્ષ 1959થી 1964 વચ્ચે સતત પાંચ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યા હતા.

વધુમાં મોરારજી દેસાઈએ અત્યાર સુધીમાં કુલ 10 વખત બજેટ રજૂ કર્યા છે. એ જ રીતે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે નવ વખત જ્યારે પ્રણવ મુખરજીએ આઠ વખત બજેટ રજૂ કર્યા છે. દેશમાં અત્યાર સુધીમાં સૌથી લાંબુ બજેટ ભાષણ નિર્મલા સીતારમણે 1, ફેબ્રુઆરી 2020ના રોજ 2.40 કલાકનું આપ્યું હતું. વર્ષ 1977માં હીરુભાઈ મુળજીભાઈ પટેલનું વચગાળાનું 800 શબ્દોનું ભાષણ સૌથી નાનું બજેટ ભાષણ છે.

Tags :
budgetBudget 2024indiaIndia Budget 2024india newsNirmala Sitharamanpm modiUnion Budget 2024
Advertisement
Next Article
Advertisement