For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાબા રામદેવને રાહત, સુપ્રીમ કોર્ટે માફી સ્વીકારી

04:47 PM Aug 13, 2024 IST | admin
બાબા રામદેવને રાહત  સુપ્રીમ કોર્ટે માફી સ્વીકારી

ભ્રામક જાહેરાતના કેસમાં કોર્ટના અવમાનના કેસ બંધ

Advertisement

સુપ્રીમ કોર્ટે આજે યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના વડા આચાર્ય બાલકૃષ્ણને મોટી રાહત આપી છે. ભ્રામક જાહેરાતના કેસમાં કોર્ટે બંને સામે અવમાનનો કેસ બંધ કરી દીધો છે. પતંજલિના પ્રોડક્ટ વિશે ભ્રામક જાહેરાત કેસમાં પહેલા જ માફીનામું દાખલ કરવામાં આવ્યું હતું, જેને કોર્ટે સ્વીકારી લીધી છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ નિર્ણય ચુકાદો આપ્યો હતો. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે અવમાનનો કેસ બંધ કરતી વખતે કોર્ટે કહ્યું કે, કોર્ટ બંને દ્વારા આપવામાં આવેલી બિનશરતી માફીનો સ્વીકાર કરે છે. આ ઉપરાંત બંનેને ભવિષ્યમાં કોર્ટનો અનાદર ન કરવા ચેતવણી પણ આપી હતી. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનએ ઓગસ્ટ 2022માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. એલોપથી દવા, ફાર્મા અને મેડિકલ ઈન્ડસ્ટ્રીથી પોતાને અને દેશને બચાવો. બાબા રામદેવે એલોપથી દવાને મૂર્ખ અને નાદાર વિજ્ઞાન પણ ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, એલોપથી દવા કોવિડ-19થી થનારા મોત માટે જવાબદાર છે. આ દરમિયાન ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને દાવો કર્યો કે પતંજલિના કારણે પણ લોકો રસી લેતા ખચકાઈ રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement