ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નવા વર્ષના પ્રારંભે રાહત: ગેસ સિલિન્ડર થયું સસ્તું

11:14 AM Jan 01, 2025 IST | Bhumika
Advertisement

દેશભરના નાગરિકોએ આતશબાજી સાથે વર્ષ 2024ને અલવિદા કહી, 2025નું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું છે. આ સાથે નવા વર્ષના પ્રથમ દિવસે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઓઈલ એન્ડ ગેસ માર્કેટિંગ કંપનીઓએ પહેલી જાન્યુઆરી-2025થી LPGસિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે.

Advertisement

કંપનીની જાહેરાત મુજબ દિલ્હીથી મુંબઈ સુધી LPGસિલિન્ડરોના ભાવમાં 14થી 16 રૂૂપિયાનો ઘટાડો થયો છે. જોકે કંપનીઓએ માત્ર 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં જ ઘટાડો કર્યો છે, જ્યારે જ્યારે નવા વર્ષમાં 14 કિલોગ્રામવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત સ્થિર છે, એટલે કે તેમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી.
પહેલી જાન્યુઆરી-2025 એટલે કે વર્ષના પ્રથમ દિવસે 19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરવામાં આવી છે. આઈઓસીએલની વેબસાઈટ પર અપડેટ કરાયેલી કિંમતો મુજબ રાજધાની દિલ્હીમાં આજથી 19 કિલોવાળા એલપીજી સિલિન્ડરની કિંમત 1804 રૂૂપિયા થઈ ગઈ છે, આ પહેલા પહેલી ડિસેમ્બર-2024માં તેની કિંમત 1818.50 રૂૂપિયા હતી. આમ એક સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હી સહિત અન્ય મહાનગરોમાં પણ કિંમતમાં ફેરફાર થયા છે.

ઘણા લાંબા સમય બાદ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર જોવા મળ્યો છે. જોકે 14 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સિલિન્ડર પહેલી ઓગસ્ટથી નિર્ધારીત કરાયેલી કિંમત પર જ મળી રહ્યો છે.

Tags :
gas cylindersindiaindia newsLPGnew year
Advertisement
Next Article
Advertisement