આગામી વર્ષે આવશે રિલાયન્સ જીયોનો આઈપીઓ: એઆઈ આધારિત અનેક ડીવાઈસીસ લોન્ચ કરાયા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે મળેલી વાર્ષિક સામાન્યસભામાં ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જીયોના આઈપીઓ લાવવાની આજે જાહેરાત કરી હતી. આ આઈપીઓ જાન્યુઆરીથી જૂન દરમિયાન આવી શકે છે અને તે અત્યાર સુધીનો મોટો આઈપીઓ હોય શકે છે. અંબાણીના જણાવ્યા મુજબ, 2026નાં પ્રથમ છ માસમાં આઈપીઓ લીસ્ટ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે જીયો પાસે આજે 50 કરોડ ગ્રાહકો છે. જે અમેરીકા, યુકે અને ફ્રાન્સની સંયુકત વસ્તી કરતાં પણ વધુ છે. તેમણે જણાવ્યું હતું કે, જીયો દેશના તમામ ઘરો, મોબાઈલ અને બ્રોડબેન્ડને કનેકટીવીટી આપશે.
અંબાણીએ આ સાથે જણાવ્યું હતું કે તે મોટાપાયે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સમાં રોકાણ કરી રહી છે અને તે પોતાની કામગીરીમાં તેનો વ્યાપક ઉપયોગ કરશે. આ ઉપરાંત તેમણે ગુગલ અને મેટા સાથે વ્યુહાત્મક ભાગીદારી કરી એઆઈ યુનિટ લોન્ચ કરવાની પણ જાહેરાત કરી હતી. આ હેઠળ રિલાયન્સ ફ્રેન્ડ અને પીસી પણ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.
અંબાણીએ જામનગરમાં કલાઉડ સેન્ટર રચવાની જાહેરાત કરી હતી. રિલાયન્સના તમામ વ્યવસાયોને AI નો ઉપયોગ કરીને રૂૂપાંતરિત કરવામાં મદદ કરવા માટે ભાગીદારી કરી રહ્યા છે - ઉર્જા અને રિટેલથી ટેલિકોમ અને નાણાકીય સેવાઓ સુધી. આ AI અપનાવવાને સમર્થન આપવા માટે, અમે સાથે મળીને એક સ્થાપના કરી રહ્યા છીએ.આ ઉપરાંત અંબાણીએ રિલાયન્સની નવી પેટા કંપની રિલાયન્સ ઈન્ટેલીઝન્સ પણ લોન્ચ કરી હતી.