For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રિલાયન્સ સામે ONGCનો ગેસ ચોરવાનો આરોપ: હાઇકોર્ટની નોટિસ

11:19 AM Nov 14, 2025 IST | admin
રિલાયન્સ સામે ongcનો ગેસ ચોરવાનો આરોપ  હાઇકોર્ટની નોટિસ

Advertisement

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હાલમાં ગંભીર આરોપોને લઈને ચર્ચામાં છે. અહેવાલો મુજબ, કંપની પર ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના કુવાઓમાંથી આશરે 1.55 બિલિયન (રૂૂ. 12,000 કરોડથી વધુ) ના ગેસની ચોરી કરવાનો આરોપ છે. આ મામલાની સુનાવણી 18 નવેમ્બરના રોજ થવાની છે.

4 નવેમ્બરના રોજ બોમ્બે હાઇકોર્ટે CBI અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ચેરમેન મુકેશ અંબાણી સામે તપાસ શરૂૂ કરવાની માંગણી કરી છે. અરજીમાં જણાવાયું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2004 થી 2013-14 દરમિયાન કૃષ્ણા ગોદાવરી બેસિન વિસ્તારમાં ONGCના બ્લોક્સની બાજુમાં ખોદકામ કરીને ગેસ ટ્રાન્સફર કર્યો હતો. અરજદારનો દાવો છે કે આ પ્રક્રિયામાં રિલાયન્સે બાજુના ONGC ક્ષેત્રમાંથી ગેસ ચોરી કરીને પોતાના બ્લોકમાં ખસેડ્યો હતો, જે મોટા પાયે છેતરપિંડી ગણાય છે.

Advertisement

અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે CBI અને સરકારને આ મામલે ચોરી, ઉચાપત અને વિશ્વાસઘાતના ગુના માટે રિલાયન્સ અને તેના ડિરેક્ટરો સામે કેસ દાખલ કરવાનો આદેશ આપવામાં આવે.

અરજદારે કોર્ટને કેસ સંબંધિત તમામ દસ્તાવેજો, જેમ કે કરારો, તપાસ અહેવાલો અને એ.પી. શાહ સમિતિનો રિપોર્ટ - જપ્ત કરવાનો આદેશ આપવા વિનંતી કરી છે. સમિતિના અહેવાલ મુજબ, ચોરાયેલ ગેસનું મૂલ્ય 1.55 બિલિયનથી વધુ હતું, જેમાં 174.9 મિલિયન વ્યાજનો પણ સમાવેશ થાય છે.

આ મામલો નવો નથી. ONGCએ 2013માં ગેસ ચોરી અંગે શંકા વ્યક્ત કરીને સરકારને જાણ કરી હતી. બીજી તરફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો દાવો છે કે ગેસ સ્થળાંતરિત પ્રકૃતિનો છે. એટલે કે તે કુદરતી રીતે એક વિસ્તારથી બીજા વિસ્તારમાં વહે છે. તેથી તેનું ઉત્પાદન ગેરકાયદેસર ગણાવી શકાય નહીં.

આ વર્ષની શરૂૂઆતમાં રિલાયન્સે મધ્યસ્થી પ્રક્રિયામાં જીત મેળવી હતી, પરંતુ દિલ્હી હાઇકોર્ટે 14 ફેબ્રુઆરીએ તે એવોર્ડ રદ કર્યો હતો. કોર્ટના જણાવ્યા મુજબ તે જાહેર નીતિ અને રાષ્ટ્રીય હિતોના વિરુદ્ધ છે.
એટલું જ નહીં, અમેરિકાની ક્ધસલ્ટન્સી ફર્મ ડીગોલિયર એન્ડ મેકનોટન (ઉખ) ના અહેવાલે પણ પુષ્ટિ કરી હતી કે રિલાયન્સે પરવાનગી વિના ONGCના ક્ષેત્રોમાંથી ગેસ કાઢ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement