શ્રાવણના છેલ્લા દિવસે શેરબજારની રેકોર્ડબ્રેક શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટી નવા ઓલ ટાઇમ હાઈ પર
આજે શેરબજારમાં રેકોર્ડબ્રેક શરૂઆત થઈ હતી. સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ પહેલી વખત 82,700ની ઉપર પહોંચ્યો છે અને નિફ્ટી પણ પ્રથમ વખત 25,300ની ઉપર ઉછળ્યો હતો.
BSE સેન્સેક્સ 359.51 પોઈન્ટ અથવા 0.44 ટકાના વધારા સાથે 82,725.28 પર ખુલ્યો. શરૂઆતના સમયે, NSE નો નિફ્ટી 25,333.60 પર ખુલ્યો હતો અને 97.70 પોઈન્ટ અથવા 0.39 ટકાનો વધારો જોવા મળ્યો હતો.નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં પણ નવી ઊંચી સપાટી જોવા મળી હતી. ઇન્ડેક્સ પ્રથમ વખત 59,500 ની ઉપર દેખાયો.
નિફ્ટીના 50 શેરોમાંથી 36 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 8 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 6 શેર એવા છે જેમાં કોઈ ફેરફાર જોવા નથી મળી રહ્યો. આજે નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં બજાજ ફાઇનાન્સ, ટીસીએસ, ઇન્ફોસીસ, એચડીએફસી લાઇફ અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના શેર ટોચ પર છે. આજે ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચયુએલ, હિન્દાલ્કોમાં નબળો વેપાર જોવા મળી રહ્યો છે.