For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતના વિદેશી મુદ્રા-સોનાના ભંડારમાં રેકોેર્ડબ્રેક વધારો

03:33 PM Sep 14, 2024 IST | Bhumika
ભારતના વિદેશી મુદ્રા સોનાના ભંડારમાં રેકોેર્ડબ્રેક વધારો
Advertisement

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં વધારાનો સિલસિલો સતત ચાલુ છે. આ ચોથા મહિનામાં વધારા સાથે હવે 700 અબજ ડોલરની નજીક પહોંચી ગયું છે. હકીકતમાં 6 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં 5.248 અબજ ડોલરનો જંગી ઉછાળો નોંધાયો છે. જેના કારણે આ અનામત 689.235 બિલિયનના નવા જીવનકાળના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. આ પેહલાના અઠવાડિયામાં ફોરેક્સ રિઝર્વનો આંકડો 683.987 અબજ ડોલર હતો.
વિદેશી મુદ્રા ભંડારમાં વધારાની સાથે ભારતના અન્ય ભંડારમાં પણ ઝડપી વધારો જોવા મળ્યો છે.

આ સમયગાળા દરમિયાન ફોરેન કરન્સી એસેટ રિઝર્વ (એફસીએએસ)માં 5.107 અબજ ડોલરનો વધારો થયો છે અને હવે તે 604.144 અબજ ડોલરના નવા સ્તરે પહોંચી ગયો છે. નોંધનીય છે કે એફસીએમાં વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન યુએસ કરન્સીમાં વધઘટની અસરનો પણ સમાવેશ થાય છે.

Advertisement

ફોરેક્સ રિઝર્વની સાથે ભારતીય રિઝર્વ બેંકે આંકડા રજૂ કરતી વખતે માહિતી આપી હતી કે, દેશની ગોલ્ડ રિઝર્વમાં પણ 129 મિલિયન ડોલરનો વધારો થયો છે અને તેના કારણે તે 61.988 અબજ ડોલર થયો છે. આ સાથે સરકાર કે સરકારી બેંકમાં જમા થયેલું સોનું પગોલ્ડ રિઝર્વથ છે. તે ભારતીય ચલણને ટેકો આપવા માટે જમા કરવામાં આવે છે. ગોલ્ડ રિઝર્વ વધતા દેશો માટે ફુગાવા સામે રક્ષણ મળે છે અને અર્થતંત્રને સપોર્ટ મળે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement