ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કસરત કર્યા પછી પણ વજન ઘટતું ન હોવા પાછળના કારણો અને તેના ઉકેલ

12:07 PM Apr 19, 2025 IST | Bhumika
Advertisement

શું તમે દરરોજ એક્સરસાઇઝ કરો છો છતાં પણ વજન ઘટતું નથી? વજન ઘટાડવું માત્ર એક્સરસાઈઝ ઉપર આધાર રાખતું નથી. જો એક્સરસાઈઝ પછી પણ તમે ઈચ્છિત પરિણામ નહીં મેળવતા હોવ, તો તે પાછળ અનેક કારણો હોઈ શકે છે. ચાલો, તેને વિગતવાર સમજીએ અને તેના ઉકેલો જાણીએ.

Advertisement

એક્સરસાઈઝ પછી વજન ઘટતું ન હોવા પાછળના મુખ્ય કારણો
-સંતુલન આહારની ખામી:
એક્સરસાઈઝ બાદ જે ખોરાકમાં વધુ કેલરી હોય તો તે વજન ઘટાડવાની પ્રક્રિયા રોકી દે છે. એટલે હંમેશા ખોરાક ને સંતુલિત રીતે ખાવો. ચરબીવાળા અથવા કેલરીથી ભરપૂર ખોરાક , જો કે તે આરોગ્યપ્રદ લાગતા હોય પણ મર્યાદાથી વધુ ખાવાથી વજન ઘટતું નથી.

- મેટાબોલિઝમ ધીમું હોવું:
મોટાભાગના લોકોની શરીરના મેટાબોલિઝમની ગતિ ધીમી હોય છે. ઉંમર, આહાર અને જીવનશૈલીનો મેટાબોલિઝમ પર સીધો અસર થાય છે. જેથી ગમે તેટલી કસરત કરવા છતાં વજન ઘટતું નથી.

- એક જ પ્રકારની કસરત:
સતત એક જ પ્રકારની કસરત કરવી. દૈનિક કાર્યપ્રણાલી માટે નવીનતા ન લાવવાથી શરીર એક જ મર્યાદાએ અટકી જાય છે. દરરોજ કસરત માં વિવિધતા લાવી જોઈએ.

- હોર્મોનલ અસંતુલન:થાઈરોઇડ, ડાયાબિટીસ અથવા ઙઈઘજ જેવી હોર્મોનલ સમસ્યાઓ વજન ઘટાડવાની પ્રક્રિયાને ધીમી બનાવે છે.

- નિંદ્રાનો અભાવ:
ઊંઘની કમી કારણે કોર્ટિસોલ (તાણ હોર્મોન) વધે છે, જે વજન વધારવા માટે જવાબદાર છે. એટલે પૂરતી ઊંઘ લેવી જરૂૂરી છે.

- ઓછી ઇન્ટેન્સિટી કસરત:
જો કસરત થોડીક સમય માટે હોય અથવા ઓછા પ્રભાવી સ્તરે હોય, તો તે શરીર પર પૂરતો અસર પાડતી નથી.

- માનસિક તાણ અને તણાવ:
તણાવમાંથી શરીર વધુ કોર્ટિસોલ ઉત્પન્ન કરે છે, જે વજન વધારવા માટે જવાબદાર છે. એટલે માનસિક તાણ પણ શરીર માં વજન વધારવા માટે નું પરિબળ છે.

- વજન ઘટાડવા માટેના ઉપાયો અને સચોટ રીતો:
વજન ઘટાડવું એક પ્રક્રિયા છે. દિનચર્યા માટે યોગ્ય આહાર, કસરત અને મનોવૃત્તિ પ્રબળ હોવી જરૂૂરી છે.

-સપ્રમાણમાં આહાર લેવો:
ખાવાનો સમય દર 2-3 કલાકે થોડું ખાઓ. આહાર સંતુલિત હોવો જોઈએ. જેથી વજન વધે નહિ.

- પ્રોટીન અને ફાઈબર પર ધ્યાન આપો:
તુલનામૂલક લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહે તેવા આહાર લેવો જોઈએ. અલગ અલગ પ્રકાર ની દાળ, લીલા શાકભાજી, કઠોળ, ફાળોનો સમાવેશ કરો.

-ચરબીમાં ઘટાડો:
ટ્રાંસ ફેટ્સ અને આલ્કોહોલ ટાળો. ચા, કોફી અને ઠંડા પીણા પીવાનું ટાળો. વધારે પડતી મીઠાઈ, અને ગળ્યું ખાવાનું ટાળો જેથી શરીર ની ચરબી માં ઘટાડો થશે.

-પાણી પૂરતું પીવો:
પાણી ને ફેટ કટર (રફિં ભીિિંંયિ) કહેવામાં આવે છે. દરરોજ ઓછામાં ઓછા 2-3 લિટર પાણી પીવું.

- કસરતમાં પરિવર્તન લાવો:
કાર્ડિયો સાથે સ્ટ્રેન્થ ટ્રેનિંગ: માત્ર દોડવું કે ચાલવું પૂરતું નથી. મસલ્સ બિલ્ડ કરવા માટે વજન ઉઠાવવી અથવા બોડી વેટ એક્સરસાઈઝ જરૂૂરી છે. યોગા અને પ્રાણાયામ નો પણ કસરત માં સમાવેશ કરો.

હાઈ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ (ઇંઈંઈંઝ): આ શોર્ટ બટ ઇન્ટેન્સ એક્સરસાઈઝ સરળ રીતે કેલરી બર્ન કરવા માટે પ્રભાવશાળી છે.

મેડિકલ ચેકઅપ કરાવો:
જો તમારું વજન ઘટી નથી રહ્યું અને તમે બધું કરી રહ્યા છો, તો થાઈરોઇડ કે અન્ય મેડિકલ સમસ્યાની તપાસ કરાવો.

- કોર્ટિસોલ ઘટાડવા માટે ધ્યાન આપો
તણાવ ઘટાડવા માટે યોગ, પ્રાણાયામ અથવા મેડિટેશન કરવું.ડાયેટિશિયન અથવા ફિટનેસ નિષ્ણાતની સલાહ લો:
તમારી જાતને માફક ના આવે એવું ડાયેટ કે કસરત ન કરવી. એક્સપર્ટના માર્ગદર્શન હેઠળ પ્લાન બનાવવો.

ટાઈમ ટેબલ બનાવો: રેગ્યુલર રુટિન તમારા શારીરિક તંત્રને સ્થિર રાખે છે.

- માત્ર સ્કેલ પર ધ્યાન ન આપો: શરીરના માપમાં થયેલા ફેરફાર પણ મહત્વના છે.
- ફળ અને ડ્રાય ફ્રુટ સાથે પ્રોટીન શેક ઉમેરો: આ કેલરી કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
એકસરસાઈઝ સફળતાનું માત્ર એક ભાગ છે. શ્રેષ્ઠ પરિણામો માટે તે સાથે જ સંતુલન આહાર, પૂરતી ઊંઘ અને માનસિક શાંતિ જાળવવી જરૂૂરી છે. થોડું ધીરજ રાખો અને નિયમિતતા જાળવશો, તો ચોક્કસ અસર જોવા મળશે.

Tags :
Healthindiaindia newsLIFESTYLEweight loss
Advertisement
Next Article
Advertisement