લોનધારકોને મોંઘવારીનો માર યથાવત, વ્યાજદર ઘટાડવામાં RBIનો નનૈયો
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલીસી કમિટીની બેઠકમાં આજે વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાશે આજે વ્યાજદર યથાવત રાખવાની જાહેરાત કરી છે. આરબીઆઇ દ્વારા ફેબ્રુઆરી 2023થી રેપોરેટ 6.5% યથાવત રાખ્યો છે.
આ અંગે જાણવા મળતિ વિગત પ્રમાણ સોમવારથી રિઝર્વ બેન્કની મોનેટરીંગ પોલીસી કમિટીની બેઠક ચાલતી હતી. જે આજે પુરી થતા કમિટીના અધ્યક્ષ અને રીઝર્વ બેન્કના વડા શક્તિકાંત દાશ દ્વારા આજે વ્યાજદર યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ વ્યાજદરમાં કોઇ ઘટાડો નહીં થતા કરોડો લોન ધારકોને મોટો ફટકો પડ્યો છે. તેમના હયાત લોનના હપ્તાની રક્મમાં કોઇ ઘટાડો થશે નહીં. અર્થતંત્રમાં મજબુતીના દાવ વચ્ચે લોકોને આશા હતી કે, રિઝર્વ બેન્ક વ્યાજદર ઘટાડીને લોકોને નાણાકીય રાહત આપશે. પરંતુ હાલ, આ આશા પર પાણી ફરી વળ્યું છે. આ વખતની મોનેટરીંગ પોલીસી કમિટીમાં છ માંથી ત્રણ નવા સભ્યો જોડાયા હતા. જેમાં દિલ્લી સ્કૂલ ઓફ ઇકોનોમીકના રામસિંહ, અર્થશાસ્ત્રી સૌગતા ભટ્ટાચાર્ય અને ઇન્સ્ટીટયુટ ફોર સ્ટડીજ ઇન ઇન્સ્ટ્રીયલ ડેવલોપમેન્ટના ડાયરેક્ટર ડો.નાગેશ કુમારનો સમાવેશ થાય છે.