RBIની મોટી જાહેરાત: રેપો રેટમાં 0.50 ટકાનો કર્યો ઘટાડો, હોમ અને ઓટો લોન થશે સસ્તી
આરબીઆઈ દ્વારા 50 બેઝિક પોઈન્ટનો વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આરબીઆઈની મોનીટરી પોલીસી સમિટની મીટીંગ બાદ આજે ગર્વનર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. સતત બીજી વખત વ્યાજદરમાં ઘટાડો જાહેર કરાયો છે. હવે રેપોરેટ 5.50 ટકા થશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. આરબીઆઈની મોનીટરીં પોલીસી કમિટિની દ્વીમાસીક બેઠક 4 જૂનથી યોજવામાં અઆવી હતી. આ મીટીંગ પુરી થયા બાદ આજે ગવર્નર દ્વારા રેપોરેટમાં 50 પૈસાનો ઘટાડો કરીને રેપોરેટ 5.50 ટકા રહેશે. તે જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી કરોડો હોમલોન ધારકોને રાહત થશે. લોકોને વ્યાજદરમાં ઘટાડો થતાં લોનના હપ્તાની રકમમાં પણ ઘટાડો થશે. આજે આરબીઆઈ ગર્વનર દ્વારા જાહેરાત કરાઈ હતી કે, મર્ચન્ડાઈઝ એક્સપોટ્સમાં રેકોર્ડ વધારો થતાં વ્યાજદર ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશના એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ ભારે ગ્રોથ નોંધાવાનો આશાવ્યક્ત કરાયો છે.
અને સાથે જ સર્વિસ સેક્ટરમાં પણ મોમેન્ટમ યથાવત રહેશે. તે પણ અંતે જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈ દ્વારા સતત બીજી મીટીંગમાં વ્યાજદર ઘટાડવામાં આવ્યો છે. અગાઉ વ્યાજદરમાં 25 બૈઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે 50 પૈસાનો ઘટાડો થતાં વ્યાજદર 5.50 ટકા રહેશે.