For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

RBIએ 35 ટન સોનું વેચ્યું, વિદેશી મુદ્રા ભંડોળમાં પણ ઘટાડો

05:52 PM Nov 01, 2025 IST | admin
rbiએ 35 ટન સોનું વેચ્યું  વિદેશી મુદ્રા ભંડોળમાં પણ ઘટાડો

વૈશ્વિક બજારમાં સતત ચાલી રહેલી ઉથલપાથલની અસર ભારતના વિદેશી મુદ્રા ભંડાર પર જોવા મળી છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ શુક્રવારે આંકડા જાહેર કરીને જણાવ્યું હતું કે, 24 ઓક્ટોબરે સમાપ્ત થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં આશરે 7 અબજ ડોલરનો મોટો ઘટાડો નોંધાયો છે.

Advertisement

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ દરમિયાન RBI ને પોતાના ભંડારમાંથી કેટલાંક ક્વિન્ટલ સોનું પણ વેચવું પડ્યું છે. દેશનો વિદેશી મુદ્રા ભંડાર 6.92 અબજ ડોલર (લગભગ રૂૂ. 60 હજાર કરોડ) ઘટીને 695.35 અબજ ડોલર થયો છે. આના એક અઠવાડિયા પહેલા ભંડાર 702.28 અબજ ડોલર હતો. મુખ્ય વિદેશી ચલણની સંપત્તિમાં 3.86 અબજ ડોલરનો ઘટાડો થયો, જે હવે 566.54 અબજ ડોલર પર આવી ગઈ છે.

આ સપ્તાહ દરમિયાન સોનાના ભંડારના મૂલ્યમાં 3.01 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે, જે ઘટીને 105.536 અબજ ડોલર પર આવી ગયો છે. આનો અર્થ એ છે કે રિઝર્વ બેન્કને રૂૂપિયાની સુરક્ષા માટે બજારમાં લગભગ 35 ટન સોનું વેચવાની ફરજ પડી હતી. જોકે, સોનાના વૈશ્વિક ભાવ વધવાને કારણે વેચાણ છતાં પણ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનું કુલ મૂલ્ય 105 અબજ ડોલરથી વધુ રહ્યું છે.

Advertisement

રિઝર્વ બેંકને પોતાના ખજાનામાંથી આટલી મોટી સંપત્તિ (ડોલર અને સોનું) બજારમાં વેચવાની ફરજ પડી, કારણ કે આંતરરાષ્ટ્રીય વિદેશી મુદ્રા બજારમાં ડોલર સામે રૂૂપિયો સતત નબળો પડી રહ્યો હતો. ભારતીય ચલણના આ પતનને અટકાવવા માટે, રિઝર્વ બેન્કે ડોલર સહિત સોનું પણ ફોરેક્સ બજારમાં વેચવા માટે મૂક્યું. જ્યારે માર્કેટમાં રૂૂપિયો નબળો પડે છે, ત્યારે RBI વિદેશી ચલણ વેચીને પોતાના સ્થાનિક ચલણને ફરીથી મજબૂત બનાવે છે.

જોકે, રૂૂપિયાને ટેકો આપવાના આ પ્રયાસની કિંમત વિદેશી મુદ્રા ભંડાર પર મોટા ઘટાડા સ્વરૂૂપે ચૂકવવી પડે છે. આ સપ્તાહ દરમિયાન સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (જઉછ) પણ 5.8 કરોડ ડોલર ઘટીને 18.66 અબજ ડોલર થયા, જ્યારે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (ઈંખઋ) માં ભારતનો અનામત ભંડાર 60 લાખ ડોલર વધીને 4.608 અબજ ડોલર થયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement