For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાંચી ટેસ્ટમાં રવિચંદ્રન અશ્ર્વિનની રેકોર્ડની વણજાર

01:18 PM Feb 26, 2024 IST | Bhumika
રાંચી ટેસ્ટમાં રવિચંદ્રન અશ્ર્વિનની રેકોર્ડની વણજાર
  • ભારતની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર અને એક ઈનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર બન્યા

ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને રાંચીમાં ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ દરમિયાન એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. અશ્વિને ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં ઓલી પોપને આઉટ કરીને ઈતિહાસ રચ્યો હતો. ઓલી પોપ ઉપરાંત તેણે બેન ડકેટ, જો રૂૂટ, બેન ફોક્સ અને જેમ્સ એન્ડરસનને પણ આઉટ કર્યા હતા. હાલમાં જ ટેસ્ટમાં 500 વિકેટ પૂરી કરનાર આ બોલરે પૂર્વ સ્પિનર અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો છે. આ સિવાય તેણે પૂર્વ કેપ્ટન કપિલ દેવને પણ પાછળ છોડી દીધા છે. અશ્વિને રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ દાવમાં ચાર અને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી.અશ્વિન ભારતની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. અશ્વિને આ મામલે પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે. કુંબલેએ ભારતીય મેદાન પર કુલ 63 મેચ રમી છે. આ દરમિયાન તેણે 350 વિકેટ ઝડપી હતી. તેણે પોતાની કારકિર્દીમાં 132 ટેસ્ટમાં કુલ 619 વિકેટ લીધી હતી. અશ્વિને ઘરઆંગણે તેની 59મી મેચમાં તેને પાછળ છોડી દીધો હતો. ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં 100 વિકેટ લેનાર તે એકમાત્ર ભારતીય છે. તેણે આ સિદ્ધિ પણ રાંચી ટેસ્ટમાં જ હાંસલ કરી છે. અશ્વિને ઈંગ્લેન્ડ સામે બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. તે એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેનારો ભારત માટે સૌથી ઝડપી બોલર બન્યો હતો. આ મામલે તેણે કુંબલેની બરાબરી કરી હતી. કુંબલેએ 132 ટેસ્ટમાં 35 વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી હતી. અશ્વિને 99મી ટેસ્ટમાં જ તેના સ્કોરની બરાબરી કરી હતી. ટેસ્ટમાં તેની કુલ વિકેટ હવે 507 છે.

Advertisement

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement