રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દુબઈમાંથી ઝડપાયો મહાદેવ બેટિંગ એપનો માસ્ટરમાઇન્ડ રવિ ઉપ્પલ, UAEના સંપર્કમાં ભારતીય એજન્સીઓ

11:00 AM Dec 13, 2023 IST | Bhumika
Advertisement

ઓનલાઈન સટ્ટાબાજીની એપ મહાદેવના મામલામાં ભારતીય એજન્સીઓને મોટી સફળતા મળી છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં તેના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં રવિ ઉપ્પલ ઉપરાંત અન્ય બે લોકોની અટકાયત કરવામાં આવી છે. ઇન્ટરપોલે રવિ ઉપ્પલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.

Advertisement

આ રેડ કોર્નર નોટિસના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે ભારતીય એજન્સીઓ દુબઈની સુરક્ષા એજન્સીઓ સાથે સંપર્ક જાળવી રહી છે. રવિ ઉપ્પલ મહાદેવ એપ કેસના મુખ્ય આરોપીઓમાંનો એક છે. તેને ટૂંક સમયમાં દેશનિકાલ કરવામાં આવશે. તે જ સમયે, મહાદેવ એપના બીજા પ્રમોટર અને આરોપી સૌરભ ચંદ્રાકરની ધરપકડ માટે પણ પ્રયાસો ચાલુ છે.

EDની સાથે આ રાજ્યોની પોલીસ પણ તપાસ કરી રહી છે

રવિ ઉપ્પલ અને સૌરભ ચંદ્રકરે એક નિવેદનમાં મહાદેવ એપ અને સટ્ટાબાજીના કૌભાંડમાં સંડોવણીનો ઇનકાર કર્યો હતો. આ લોકોએ શુભમ સોની નામના વ્યક્તિને આ માટે જવાબદાર ઠેરવ્યા છે. આ અંગે EDએ UAE સ્થિત ભારતીય દૂતાવાસમાંથી શુભમ સોનીનું નિવેદન લીધું છે. EDની સાથે મુંબઈ પોલીસ અને છત્તીસગઢ પોલીસ કથિત સટ્ટાબાજી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીએ મની લોન્ડરિંગ કેસમાં ઉપ્પલ અને અન્ય પ્રમોટર સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ પછી EDએ ઇન્ટરપોલને રેડ કોર્નર નોટિસ જારી કરવાની વિનંતી કરી હતી.

મોટી હસ્તીઓના નામ સામે આવ્યા

ઓનલાઈન સટ્ટાબાજી પૂરી પાડતી મહાદેવ એપના કેસની તપાસ કરતી ઈડીના રડાર હેઠળ ઘણા બોલિવૂડ અને ટીવી કલાકારો આવ્યા હતા. આ કેસમાં EDએ દેશના અનેક શહેરોમાં દરોડા પાડીને 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. આ મામલે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ પણ સામે આવ્યું હતું.

Tags :
Dubaidubai newsindiaindia newsMahadev Betting App OwnerMahadev Betting App Owner Ravi UppalRavi UppalUAE
Advertisement
Next Article
Advertisement