કેટરીના કેફના સંગમ સ્નાનના વીડિયોથી રવિના ટંડન ગુસ્સામાં
થોડા સમય પહેલા અભિનેત્રી રવિના ટંડન મહાકુંભમાં ગઈ હતી. અહીં તે પુત્રી રાશા થડાની સાથે જોવા મળા હતી. તેની સાથે અભિનેત્રી કેટરીના કૈફ પણ જોવા મળી હતી. કેટરીના કૈફે સંગમમાં સ્નાન કર્યું. આ દરમિયાન કેટરિના કૈફના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ઘણા લોકોએ તેનો વીડિયો બનાવ્યો. હવે રવિના ટંડને એક વીડિયો જોયા બાદ પ્રતિક્રિયા આપી છે.
આ વીડિયોમાં બે યુવક વીડિયો બનાવી રહ્યા છે. તે સંગમમાં સ્નાન કરવા ગયો હતો. આ દરમિયાન તેણે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, આ હું છું, આ મારો ભાઈ છે અને આ કેટરીના કૈફ છે. વીડિયોમાં તે ખૂબ હસતો જોવા મળ્યો હતો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જો કે યુઝર્સને આ હરકત બિલકુલ પસંદ નથી આવી અને લોકો તેને ધિકકારી રહ્યાં છે. આ વીડિયો પર કમેન્ટ કરતાં રવિનાએ લખ્યું- આ ખૂબ જ ઘૃણાજનક છે. આવા લોકો તે ક્ષણને બગાડે છે જે અર્થપૂર્ણ અને શાંતિપૂર્ણ હોવી જોઈએ.