રતન ટાટાના વિલમાં 500 કરોડના રહસ્યમય લાભાર્થી
રતન ટાટાના વસિયતનામામાં જણાવાયું છે કે તેમણે મોહિની મોહન દત્તાને રૂા.500 કરોડથી વધુની રકમ આપી હતી. આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે દત્તા વર્ષોથી ટાટાના વિશ્વાસુ સહયોગી હતા.
દિવંગત બિઝનેસ ટાયકૂન રતન ટાટાના તાજેતરમાં ખોલવામાં આવેલા વિલથી તેમના નજીકના વર્તુળને આઘાત લાગ્યો છે, કારણ કે દિવંગત ઉદ્યોગપતિએ તેમની બાકીની સંપત્તિનો ત્રીજો ભાગ - રૂા.500 કરોડથી વધુ હોવાનો અંદાજ - એવી વ્યક્તિને આપી દીધો હતો જેની તેમની સાથેના જોડાણની બહુ ઓછા લોકો જાણતા હતા. નવાઇની વાત એ છે કે, તેમના ઓરમાનભાઇ નોએલ ટાટનું નામ નથી.
ટાટા ગ્રૂપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, દત્તા ઘણીવાર પોતાને ટાટા પરિવારની નજીક હોવાનું જણાવતા હતા. તેમણે ઓક્ટોબર 2024માં તેમના અંતિમ સંસ્કાર વખતે રતન ટાટા સાથેના તેમના બોન્ડ વિશે જાહેરમાં વાત કરી હતી. અમે પહેલીવાર જમશેદપુરમાં ડીલર્સ હોસ્ટેલમાં મળ્યા હતા જ્યારે તેઓ 24 વર્ષના હતા. તેમણે મને મદદ કરી અને ખરેખર મને ઉછેરી, દત્તાએ મીડિયા સમક્ષ છ દાયકા લાંબા જોડાણનો ખુલાસો કર્યો હતો.
ડિસેમ્બર 2024માં મુંબઈમાં NCPA ખાતે આયોજિત રતન ટાટાની જન્મજયંતિની ઉજવણીમાં દત્તાને કથિત રીતે આમંત્રણ આપવામાં આવ્યું હતું,જેમાં નજીકના સહયોગીઓ અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી.
રતન ટાટાની મોટાભાગની સંપત્તિ પરોપકારને સમર્પિત કરવામાં આવી છે, જે સખાવતી કાર્યો માટે તેમની આજીવન પ્રતિબદ્ધતા સાથે છે. તેમની સાવકી બહેનો, જેમને લાભાર્થી તરીકે નામ આપવામાં આવ્યું હતું, તેઓ પણ તેમનો હિસ્સો દાનમાં આપવાનું વિચારી રહી હોવાનું માનવામાં આવે છે.
રતન ટાટાએ તેમની સંપત્તિનો નોંધપાત્ર હિસ્સો સખાવતી પહેલો તરફ આપવા માટે - રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન અને રતન ટાટા એન્ડોવમેન્ટ ટ્રસ્ટ-ની બે સંસ્થાઓની સ્થાપના કરી હતી, રતન ટાટા, ભારતના સૌથી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત બિઝનેસ લીડર, ઓક્ટોબર 2024માં 86 વર્ષની વયે અવસાન પામ્યા. ટાટા ગ્રૂપ એ ભારતની સૌથી મોટી કંપનીઓમાંની એક છે, જેની વાર્ષિક આવક 100 બિલિયનથી વધુ છે.
કોણ છે મોહિની મોહન દત્તા?
અણધાર્યા લાભાર્થી મોહિની મોહન દત્તા છે, જે મૂળ જમશેદપુરના પ્રવાસી ક્ષેત્રના ઉદ્યોગસાહસિક છે. આ ઘટસ્ફોટથી ટાટા પરિવાર અને નજીકના સહયોગીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે, આ બાબતથી પરિચિત અનેક સૂત્રોએ જણાવ્યું હતું. મોહિની મોહન દત્તાનું રતન ટાટા સાથેનું જોડાણ વ્યાપકપણે જાણીતું નહોતું, પરંતુ તેમના જીવનથી પરિચિત લોકો કહે છે કે તેઓ વર્ષોથી વિશ્વાસપાત્ર સહયોગી હતા. તેમનો પરિવાર અગાઉ સ્ટેલિયનની માલિકી ધરાવતો હતો, જે 2013માં તાજ ગ્રૂપ ઑફ હોટેલ્સનો ભાગ, તાજ સર્વિસિસ સાથે મર્જ થયો હતો, વિલીનીકરણ પહેલા, મોહિની મોહન દત્તા અને તેમના પરિવારે સ્ટેલીયનનો 80% અંકુશ રાખ્યો હતો, જ્યારે બાકીનો હિસ્સો ટાટા ઇન્ડસ્ટ્રીઝ પાસે હતો. તેમણે ટીસી ટ્રાવેલ સર્વિસિસમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી, જે અગાઉ થોમસ કૂકની સંલગ્ન સંસ્થા હતી.