રતન ટાટાનો પાલતુ શ્ર્વાન બીમાર પડતા બ્રિટિશ શાહી પરિવારની ઓફર નકારી પરત આવી ગયા
કૂતરાઓ માટે ઘરની સાથે હોસ્પિટલની સુવિધા પણ બનાવી હતી
રતન ટાટાની બીજી ઓળખ હતી પ્રાણીઓ પ્રેમી તરીકેની છે. ખાસ કરીને કૂતરા પ્રત્યે તેમનો અપાર પ્રેમ અને દયાના ઘણા ફોટા સોશિયલ મીડિયામાં છે. રખડતા કૂતરાઓ પ્રત્યેનો તેમનો પ્રેમ ઘણીવાર તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં જોવા મળતો હતો. તેમણે હંમેશા તેમના માટે વધુ સારું જીવન સુનિશ્ચિત કરવા વિશે વાત કરી અને તેમના માટે ઘરની સાથે હોસ્પિટલની પણ વ્યવસ્થા કરી છે.
ફેમસ બિઝનેસમેન અને એક્ટર સુહેલ સેઠે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું - રતન ટાટાએ મને કહ્યું હતું કે તેમનો એક પાલતુ કૂતરો ટેંગો અને ટીટોમાંથી કોઈ એક ખૂબ જ બીમાર પડી ગયો હતો. તે સમયે તેમને બ્રિટિશ રાજવી પરિવાર તરફથી આમંત્રણ મળ્યું હતું. ત્યારબાદ રતન ટાટાને ત્યાં તેમનું સન્માન કરવા માટે બકિંગહામ પેલેસમાં બોલાવવામાં આવ્યા હતા. રતન ટાટા ત્યાં જવાના હતા ત્યારે તેમને ખબર પડી કે તેમનો એક કૂતરો બીમાર પડ્યો છે. બસ પછી શું. રતન ટાટાએ બ્રિટન જવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આવા સમયે હું મારા કૂતરાને એકલા નહીં છોડી શકું.
એકવાર તેણે મુંબઈની ઝિઓન હોસ્પિટલ પાસે એક ખોવાયેલો અને ઘાયલ કૂતરો મળી આવ્યો હતો જેની માહિતી તેમના ઓફિસ સ્ટાફો શેર કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું, જો આ કૂતરો તમારો છે, તો કૃપા કરીને અમને યિાજ્ઞિહિંજ્ઞતમિંજ્ઞલ લળફશહ.ભજ્ઞળ પર ઇમેઇલ કરો અને કેટલાક પુરાવા સાથે સંપર્ક કરો. આ દરમિયાન, તેમણે જાતે તે કૂતરાની સંભાળ લીધી અને સારવાર કરાવી.
વર્ષ 2021માં રતન ટાટાએ તાજ હોટલના એક કર્મચારીની તસવીર શેર કરી હતી, જેમાં તે વરસાદથી બચાવવા માટે રખડતા કૂતરાના માથા પર છત્રી લઈને ઉભો હતો. રતન ટાટાએ એકવાર પ્રિય પ્રાણી સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, આ દિવાળી, બોમ્બે હાઉસના દત્તક લીધેલા કૂતરાઓ સાથે, ખાસ કરીને ગોવા, જે મારા ઓફિસમેટ છે, સાથેની કેટલીક હ્રદયસ્પર્શી પળો.