For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રતન ટાટાની આ કંપનીના શેર બન્યા રોકેટ, રોકાણકારો બન્યા માલામાલ

01:50 PM Jan 10, 2025 IST | Bhumika
રતન ટાટાની આ કંપનીના શેર બન્યા રોકેટ  રોકાણકારો બન્યા માલામાલ

Advertisement

ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે એક તરફ શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ રતન ટાટાની ફેવરિટ કંપની TCSના શેરો રોકેટ બની ગયા છે. શેર વધવાને કારણે રોકાણકારો પણ અમીર બની રહ્યા છે. BSE પર શરૂઆતના ટ્રેડિંગમાં IT કંપનીના શેરમાં 6 ટકાનો વધારો થયો હતો. શેરબજારના તમામ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે TCSમાં આવેલા ઉછાળાને કારણે આઈટી ઈન્ડેક્સમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ આજે ​​TCSના શેરમાં આટલો ઉછાળો શા માટે છે?

TCSના શેર આજે 2 કારણોસર વધી રહ્યા છે. પ્રથમ, કંપનીએ ગઈકાલે તેના ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા છે. બીજું, ડિવિડન્ડની જાહેરાતને કારણે શેરમાં વધારો થયો છે. બપોરે 12 વાગ્યાની આસપાસ, કંપનીના શેર 6 ટકાના ઉછાળા સાથે રૂ. 4,279.50 પર ટ્રેડ થઈ રહ્યા હતા. તે જ સમયે, કંપનીની વર્તમાન માર્કેટ કેપ પણ 15.49 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

Advertisement

ત્રિમાસિક પરિણામો કેવા રહ્યા?
ગુરુવારે (જાન્યુઆરી 9) તેના ત્રિમાસિક પરિણામો જાહેર કરતાં, TCS એ જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 12% વધીને રૂ. 12,380 કરોડ થયો છે. અગાઉના નાણાકીય વર્ષ 2023-24ના સમાન ત્રિમાસિક ગાળામાં તે રૂ. 11,058 કરોડ હતો.

TCSએ જણાવ્યું હતું કે 2024-25ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં આવક વધીને રૂ. 63,973 કરોડ થઈ છે. વાર્ષિક ધોરણે તેમાં 5.6 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં આઈટી કંપનીનો નફો રૂ. 60,583 કરોડ હતો.

Tata Consultancy Services (TCS) એ પણ ત્રીજા ક્વાર્ટરના પરિણામો સાથે ડિવિડન્ડની જાહેરાત કરી છે. બોર્ડે શેર દીઠ રૂ. 10નું ડિવિડન્ડ અને રૂ. 66નું સ્પેશિયલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. સોફ્ટવેર નિકાસકાર કંપની TCS એ અગાઉ FY25 માટે શેર દીઠ રૂ. 20 અને પ્રથમ અને બીજા ક્વાર્ટર માટે રૂ. 10 પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

ત્રીજું વચગાળાનું ડિવિડન્ડ અને સ્પેશિયલ ડિવિડન્ડ 3 ફેબ્રુઆરી, 2025ના રોજ પાત્ર શેરધારકોના ખાતામાં જમા કરવામાં આવશે. તે જ સમયે, શેરધારકો માટે ડિવિડન્ડની રેકોર્ડ તારીખ 17 જાન્યુઆરી, 2025 નક્કી કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement