ચાર-ચાર વાર પ્રેમ થયો છતાં પણ આજીવન કુંવારા રહ્યા રતન ટાટા
1962ના યુદ્ધના કારણે લગ્ન ન થઇ શક્યા
પૈસો, સમ્માન, શોહરત બધું હતું રતન ટાટા પાસે… તેઓને એક અભિનેત્રી સાથે પ્રેમ પણ થયો, પરંતુ પ્રેમમાં પડ્યા પણ તેઓ સફળ થઈ શક્યા નહીં. 86 વર્ષની વયે ફાની દુનિયામાંથી વિદાય લેનારા રતન ટાટા વિશે લોકો વારંવાર પૂછતા કે આટલું મોટું બિઝનેસ સામ્રાજ્ય હોવા છતાં તેઓ જીવનભર કુંવારા કેમ રહ્યા? રતન ટાટાએ તેમના જીવનમાં તે બધું હાંસલ કર્યું, જે કોઈ પણ વ્યક્તિ ફક્ત સપનામાં જ વિચારી શકે છે. પણ તેમને જીવનભર એક વાતનો અફસોસ થયો હશે. તે તેમનો પ્રેમ હતો… ટાટા પ્રેમમાં પડ્યા પણ અંત સુધી પહોંચી શક્યા નહીં. તેમણે પોતે જ ઉલ્લેખ કર્યો હતો કે તે લગ્ન કરવા માંગતા હતા.
પરંતુ કદાચ સમય અને સંજોગોને આ મંજૂર નહોતું. આજે આપને જણાવીશું એક જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાની લવ સ્ટોરી વિશે. જેનો તેમણે પોતે એક ફેસબુક પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે. આ સ્ટોરીની શરૂૂઆત લોસ એન્જિલસથી થઈ. જ્યારે રતન ટાટા કોલેજ પૂરી કર્યા બાદ એક આર્કિટેક્ચરની કંપનીમાં નોકરી કરતા હતા. ત્યારે તેમની પાસે કાર હતી. આ વાત વર્ષ 1960નાં રોજની છે અને ત્યારે તેમની ઉંમર 25 વર્ષની આસપાસ હતી.
રતન ટાટાએ જણાવ્યુ કે તેમને પ્રેમ થઈ ગયો હતો અને તેઓ લગ્ન કરવાની તૈયારીમાં જ હતા.
પરંતુ અચાનક રતન ટાટાને થોડા સમય માટે સ્વદેશ પરત ફરવુ પડ્યું, કારણકે સાત વર્ષથી બિમારીમાં સપડાયેલા તેમના દાદીની તબિયત ખરાબ હતી. તેમને પોતાની પ્રેમિકા પાસેથી પણ એવી આશા હતી, કે તે પણ તેમની સાથે લગ્ન કરીને ભારત આવશે. પરંતુ 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ છેડાયુ. આવી સ્થિતિમાં પ્રેમિકાના માતા-પિતા રતન ટાટા સાથે તેમની પુત્રીના સંબંધો આગળ વધારવા માગતા ન હતા. જેના કારણે રતન ટાટાનો પહેલો પ્રેમ અધૂરો રહી ગયો.
સિમી ગ્રેવાલ અને રતન ટાટા વચ્ચેના સંબંધોને લઈને વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં અલગ-અલગ વાતો કહેવામાં આવી રહી છે. ટાટા અને સિમ્મી ગ્રેવાલ વચ્ચેનો સંબંધ સિમ્મીએ પોતે એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યો હતો. રતન ટાટા અને સિમી ગ્રેવાલ એકબીજાને ખૂબ ડેટ કરે છે, પરંતુ અહીં પણ તેમના સંબંધો મુકામ સુધી પહોંચી શક્યા નથી. તેમના જીવનના એક તબક્કે પહોંચ્યા પછી બંને અલગ થઈ ગયા. ઇન્ટરવ્યુ દરમિયાન સિમી ગ્રેવાલે ટાટાની નમ્રતાને ખૂબ જ આદર સાથે યાદ કરી. તેમણે કહ્યું હતું કે રતન ટાટા માટે પૈસા ક્યારેય મહત્વપૂર્ણ નથી.રતન ટાટા અને સિમી ગ્રેવાલની મુલાકાત પણ ઘણી રસપ્રદ છે.
રતન ટાટા વિદેશમાં અભ્યાસ પૂરો કરીને ભારત પરત ફર્યા તે સમયે તેમની મુલાકાત સિમી સાથે થઈ. થોડી મુલાકાતો પછી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને ધીરે ધીરે તે પ્રેમમાં પરિવર્તિત થઈ ગયો. જ્યારે સિમ્મીને ઈન્ટરવ્યુમાં રતન ટાટા અને તેમના લગ્ન ન કરવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, તે ખૂબ જ સારા વ્યક્તિ પણ છે. હું આજે પણ તેમનો આદર કરું છું. કેટલાક કારણોસર અમે બંને અલગ થઈ ગયા અને લગ્ન ન કર્યા. ઈન્ટરવ્યુમાં સિમીએ ટાટાને પરફેક્શનિસ્ટ, ફની અને સાચા જેન્ટલમેન કહ્યા હતા.
એવુ નથી કે રતન ટાટાને એકવાર જ પ્રેમ થયો. તેઓ પોતાની લાઈફમાં ચાર વખત સીરિયસ રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. તમામ રિલેશનને તેઓ લગ્ન સુધી લઈ જવા માગતા હતા. પરંતુ કોઈને કોઈ કારણોસર તેમના રિલેશન તૂટી ગયા. ત્યારબાદ તેમણે પોતાના કામ પર ફોકસ કરવાનું નક્કી કર્યુ. એ વાત બધા જ જાણે છે કે રતન ટાટા આજીવન અપરણિત રહ્યા. આ વાતનો તેમને કોઈ વસવસો પણ નથી. જોકે તેમણે ઘણીવાર નિવેદન પણ આપ્યુ છે કે, પસારુ થયુ કે હું સિંગલ રહ્યો. કારણકે જો લગ્ન કરી લીધા હોત, તો કદાચ સ્થિતિ ખૂબ જટિલ બની જાત.