For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફોર્બ્સના લિસ્ટમાં રશ્મિકા, રાધિકા મદાનનો સમાવેશ

12:57 PM Feb 16, 2024 IST | Bhumika
ફોર્બ્સના લિસ્ટમાં રશ્મિકા  રાધિકા મદાનનો સમાવેશ
  • પોતાના ફિલ્ડમાં બેસ્ટ વ્યક્તિનો સમાવેશ થાય છે

Advertisement

રશ્મિકા મંદાના, રાધિકા મદાન અને ડોટનો સમાવેશ ફોર્બ્સના ‘30 અન્ડર 30’ના લિસ્ટમાં થયો છે. ફોર્બ્સ દ્વારા દર વર્ષે લિસ્ટ બહાર પાડવામાં આવે છે. પોતાના ફીલ્ડમાં બેસ્ટ એવા વ્યક્તિનાં નામ જાહેર કરવામાં આવે છે. આ લિસ્ટમાં આ વર્ષે રશ્મિકાની સાથે રાધિકા મદાન અને ધ આર્ચિઝમાં જોવા મળેલી ડોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. રશ્મિકા છેલ્લે ઍનિમલમાં જોવા મળી હતી અને તે હાલમાં પુષ્પા 2નું શૂટિંગ કરી રહી છે.
આ ફોર્બ્સના ન્યુઝ શેર કરીને રશ્મિકાએ ગ્રેટિટ્યુડ લખ્યુ હતુ. આ પોસ્ટને રીશેર કરીને તેના કહેવાતા બોયફ્રેન્ડ વિજય દેવરાકોન્ડાએ લખ્યું હતું કે તારા પર ખૂબ જ ગર્વ છે. તું કોઈ જગ્યાએ નહોતી અને હવે તું દરેક જગ્યાએ છે. હંમેશાં આગળ વધતી રહે અને ઇન્સ્પાયર કરતી રહે. આ લિસ્ટમાં સારા અલી ખાન, જાહ્નવી કપૂર અને અનન્યા પાન્ડે જેવી અભિનેત્રીઓને પાછળ છોડીને રાધિકા આગળ નીકળી ગઈ છે. તેમ જ ડોટના નામે ડેબ્યુ કરનારી અદિતિ સૈગલનો પણ આ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેયમાં અદિતિની ઉંમર સૌથી ઓછી એટલે કે 25 વર્ષની છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement