રણવીર, બોબી દેઓલ અને શ્રીલીલાની એડનું બજેટ છાવા-સૈયારાથી પણ વધુ
દેશની સૌથી મોટા બજેટની જાહેરાત બનશે
દેશમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ‘છાવા’, ‘સૈયારા’ અને ‘સ્ત્રી 2’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. પરંતુ હવે શાહરુખની પજવાનથ માટે જાણીતા અટલી એક એવી જાહેરાત ડિરેક્ટ કરે છે, જેનું બજેટ આ સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોથી પણ વધુ છે, આ જાહેરાત ઐતિહાસિક રીતે દેશની સૌથી મોટા બજેટની જાહેરાત હશે.
આ ચિંગ્ઝ દેસી ચાઇનીઝની જાહેરાત છે, જેમાં રણવીર સિંહ, શ્રીલીલા અને બોબી દેઓલ ત્રણેય એકસાથે જોવા મળશે. ઇન્ડસ્ટ્રીના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ‘ચિંગ્ઝ દેસી ચાઇનિઝની જાહેરાતમાં રણવીર સિંહ, બોબી દેઓલ અને શ્રીલીલા જોવા મળશે, જે અટલી ડિરેક્ટ કરશે. આ જાહેરાતનું બજેટ રૂૂ.150 કરોડનું છે. વિકી કૌશલની ‘છાવા’ ફિલ્મનું બજેટ 130 કરોડ હતું. આ ફિલ્મે ભારતમાં 600 કરોડની કમાણી કરી હતી. આ એડ 120 કરોડના ખર્ચે બનેલી પરેડ 2થ, 60 કરોડના ખર્ચે બનેલી પસ્ત્રી 2થ અને 45 કરોડમાં બનેલી સૈયારાથી પણ વધારે મોંઘી છે.