રણજી ટ્રોફી; મુંબઇ-વિદર્ભ વચ્ચે રવિવારે ફાઇનલ જંગ
- વિદર્ભના યશ રાઠોડે 141 રનની શાનદાર પારી રમી
રણજી ટ્રોફી 2024ની ફાઈનલની લાઈન અપ નક્કી થઈ ચૂકી છે. ફાઈનલ મેચમાં મુંબઈનો સામનો વિદર્ભ સાથે થશે. રણજી ટ્રોફી ફાઈનલ 10 માર્ચના રોજ મુંબઈના વાનખેડે મેદાન પર રમાશે. મુંબઈની ટીમે સેમિફાઈનલમાં તમિલનાડુને હાર આપી પહેલાથી જ ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. વિદર્ભે છેલ્લા દિવસ સુધી ચાલનારી ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં મધ્યપ્રદેશને 62 રનથી હાર આપી છે અને આ સાથે ફાઈનલમાં મુંબઈ સાથે ટક્કર થશે.
વિદર્ભ અને મધ્ય પ્રદેશ વચ્ચે રમાયેલી રણજી ટ્રોફી 2024ની પહેલી સેમિફાઈનલ હતી. આ મેચમાં વિદર્ભને જીત માટે મધ્યપ્રદેશની સામે 321 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં મધ્યપ્રદેશની ટીમે 258 રન જ બનાવી શકી હતી અને મેચ હારી ગઈ હતી. મધ્યપ્રદેશે લક્ષ્યનો પીછો કરતા બીજી ઈનિગ્સમાં સૌથી વધુ 94 રન યશ દુબે કર્યા હતા. વિદર્ભની જીતનો હિરો યશ રાઠૌર રહ્યો હતો. જેમણે બીજી ઈનિગ્સમાં 141 રન બનાવ્યા હતા.
હવે વિદર્ભ અને મુંબઈ વચ્ચે ફાઈનલ ટક્કર જોવા મળશે. આ વખતે રણજી ટ્રોફીની ફાઈનલ ઝરા હટકે હશે કારણ કે, પહેલી વખત ખિતાબી મુકાબલો છે જે મહારાષ્ટ્રની જ 2 ટીમો વચ્ચે છે. મુંબઈ રણજી ટ્રોફીમાં સૌથી સફળ ટીમ છે જે 41 વખત ચેમ્પિયન બની છે. આપણે વિદર્ભની વાત કરીએ તો આ ત્રીજી વખત છે જ્યારે રણજી ટ્રોફીની ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. મુંબઈએ રણજી ટ્રોફીનો છેલ્લો ખિતાબ 2015-16માં જીત્યો હતો.