હોલિવૂડ ફિલ્મના શૂટિંગ માટે બુડાપેસ્ટ પહોંચ્યો રણદીપ હુડા
11:07 AM Jan 27, 2025 IST
|
Bhumika
Advertisement
અગાઉ હોલિવૂડની ફિલ્મ ‘એક્સટ્રેક્શન’ માં કામ કર્યુ હતું
Advertisement
રણદીપ હુડાની સ્વાતંત્ર્ય વીર સાવરકર એક તરફ 2025માં ભારત તરફથી ઓસ્કારની ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવી છે, બીજી તરફ રણદીપ હવે હોલિવૂડની ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યો છે. જેના માટે તે બુડાપેસ્ટ પહોંચી ગયો છે.
2020માં તેણે હોલિવૂડની ફિલ્મ એક્સ્ટ્રેક્શન માટે કામ કર્યું હતું, જે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. તેના અભિનયના હંમેશા વખાણ થયા છે જોકે, તેની હોલિવૂડની ફિલ્મ અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મમાં રણદીપ બિલકુલ નવા અંદાજમાં જોવા મળશે. આવતા અઠવાડિયે બુડાપેસ્ટમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂૂ થશે. રણદીપે એક્સ્ટ્રેક્શન માં ક્રિસ હેમ્સવર્થ સાથે કામ કર્યું હતું. તેમાં તેની એક્શન સીક્વન્સ ખાસ વખણાઈ હતી.
Next Article
Advertisement