18 દિવસના રિમાન્ડ મંજૂર થયા બાદ રાણાની પૂછપરછ શરૂ: મુંબઈ હુમલાનું રાઝ ઓકાવાશે
રાણા 2011થી મોદીના હિટ લિસ્ટમાં હતો: જૂની પોસ્ટ વાયરલ
મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ગુરુવારે ભારત લાવ્યા બાદ પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આતંકવાદી તહવ્વુર રાણાને 18 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો છે. રિમાન્ડ પર લેવાયા બાદ આજ સવારથી તેની પુછપરછ શરૂ થઈ છે.
કોર્ટ બહાર CISF ઉપરાંત અન્ય અર્ધલશ્કરી દળોના જવાનો પણ તૈનાત હતા. તેને ખાસ સશસ્ત્ર વાહનમાં કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે NIA અને RAWની સંયુક્ત ટીમ તહવ્વુર રાણાને અમેરિકાથી દિલ્હી લાવી હતી. NIA ટીમે ગુરુવારે તહવ્વુર હુસૈન રાણાની ઔપચારિક ધરપકડ કરી હતી.
NIA ભારતમાં આતંકવાદી નેટવર્ક અને 26/11 હુમલાના કાવતરા સાથે સંબંધિત તમામ પાસાઓ પર તહવ્વુર રાણા પાસેથી માહિતી મેળવવા માંગે છે. ગઈંઅએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે 2008ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરને ન્યાયિક પ્રક્રિયાના દાયરામાં લાવવાના વર્ષોના પ્રયાસો પછી આ પ્રત્યાર્પણ થયું હતું.
આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીની 2011ની તહવ્વુર રાણા અંગેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તે સમયે પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. 2011 માં, યુ.એસ.એ રાણાને મુંબઈ હુમલામાં સંડોવણીના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યો હતો પરંતુ હુમલા માટે જવાબદાર આતંકવાદી જૂથને સમર્થન આપવા બદલ તેને દોષિત ઠેરવ્યો હતો.
તેના પર, તત્કાલીન યુપીએ સરકારની વિદેશ નીતિની ટીકા કરતા વડાપ્રધાને લખ્યું હતું કે, મુંબઈ હુમલામાં તહવ્વુર રાણાને નિર્દોષ જાહેર કરવો એ ભારતની સાર્વભૌમત્વનું અપમાન છે અને તે વિદેશ નીતિની મોટી નિષ્ફળતા છે.
આ સિવાય પીએમ મોદીએ સવાલ ઉઠાવ્યો હતો કે અમેરિકાએ કયા આધારે મુંબઈ આતંકવાદી ઘટનાના ગુનેગારોને નિર્દોષ જાહેર કર્યા? મુંબઈ આતંકવાદી ઘટનાના પીડિતોને ન્યાયની જરૂૂર છે. વડા પ્રધાને વધુમાં પૂછ્યું હતું કે શું 9/11ના ગુનેગારોનો કેસ ભારતીય કોર્ટમાં ચાલી શકે છે. શું અમેરિકા ભારતને આવું કરવા દેશે?
વર્ષ 2011ની આ પોસ્ટ પર ઘણા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે તહવ્વુર રાણાને ભારત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.