For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે ગોવામાં લગ્નના બંધને બંધાશે રકુલપ્રીત- જેકી ભગનાની

01:00 PM Feb 20, 2024 IST | Bhumika
કાલે ગોવામાં લગ્નના બંધને બંધાશે રકુલપ્રીત  જેકી ભગનાની
  • ઇકો ફ્રેન્ડલી મેરેજ યોજાશે, ઉજવણી શરૂ

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અને એક્ટર જેકી ભગનાનીના લગ્નનું સેલિબ્રેશન શરૂૂ થઈ ગયું છે. એક્ટ્રેસ 21 ફેબ્રુઆરીએ જ લગ્ન કરવા જઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, જેકી ભગનાનીના ઘરે ઢોલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રકુલ તેના આખા પરિવાર સાથે પોશાક પહેરીને પહોંચી હતી.

Advertisement

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કપલ 21 ફેબ્રુઆરીએ ગોવાની એક આલીશાન હોટેલમાં લગ્ન કરશે. ઉલ્લેખનીય છે કે આ કપલના પ્રેમની શરૂૂઆત ગોવામાં થઈ હતી અને અહીં જ તેમનો પ્રેમ ખીલ્યો હતો, જેના કારણે આ કપલે ગોવામાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જો કે, એવી પણ ચર્ચા હતી કે, રકુલ અને જેકીએ પહેલા મિડલ ઈસ્ટમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ બાદમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને લગ્ન અને વિદેશમાં અન્ય મોટા કાર્યક્રમોને બદલે ભારતમાં તેનું આયોજન કરવા કહ્યું ત્યારે, દંપતીએ તેમના નિર્ણય પર પુનર્વિચાર કર્યો અને ગોવામાં લગ્નનું આયોજન કર્યું.

જો રિપોર્ટ્સનું માનીએ તો, એક નહીં પરંતુ પાંચ ડિઝાઈનર્સ લગ્નના અનેક ફંક્શન માટે તેનો ડ્રેસ તૈયાર કરશે. જેમાં તરુણ તાહિલિયાની, શાંતનુ અને નિખિલ, ફાલ્ગુની શેન પીકોક, કુણાલ રાવલ અને અર્પિતા મહેતા જેવા પ્રખ્યાત ડિઝાઇનર્સનો સમાવેશ થાય છે. લગ્ન બાદ રકુલ પ્રીત સિંહ આ વર્ષે નમેરી પટનીથની રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન મુદસ્સર અઝીઝ કરી રહ્યા છે. જ્યારે ગયા વર્ષે રકુલ નછત્રીવાલાથ અને નઆઈ લવ યુથ ફિલ્મમાં જોવા મળી હતી. રકુલના લગ્નની સાથે દર્શકો તેની આગામી ફિલ્મની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement