રકુલ પ્રીતસિંહ- જેકી ભગવાનીના લગ્નની વિધિ અખંડ પાઠથી શરૂ
01:39 PM Feb 06, 2024 IST
|
Bhumika
Advertisement
ગોવામાં 21મીએ લેશે સાત ફેરા
Advertisement
બોલિવૂડનું ફેમસ કપલ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની તેઓ 21 ફેબ્રુઆરના ગોવામાં સાત ફેરા લેશે. આ લગ્ન સમારોહમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને તેની શરૂૂઆત અખંડ પાઠથી થઈ છે.
રકુલ પ્રીત સિંહે તેની સેલ્ફી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તે માથા પર દુપટ્ટો પહેરેલી જોવા મળી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, તે અખંડ પાઠનો ભાગ બની ગઈ છે. આ ફોટો ચાહકોમાં વાયરલ થઈ રહ્યો છે. ગોવામાં ફંક્શન 3 દિવસ ચાલશે 21મી ફેબ્રુઆરીએ ગોવામાં સાત ફેરા લેતા પહેલા, 19મી અને 20મીએ પ્રી-વેડિંગ ફંક્શન થશે. લગ્નની ઉજવણી લગભગ 3 દિવસ સુધી ચાલશે. લગ્નના બીજા જ દિવસે એટલે કે 22મી ફેબ્રુઆરીએ મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન પાર્ટી હશે, જેમાં બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓ હાજરી આપશે.