રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માંડવિયા સહિતના રાજ્યસભાના સાંસદો લોકસભા લડશે

03:55 PM Dec 28, 2023 IST | Bhumika
Advertisement

લોકસભા ચૂંટણી માટે ભાજપ દરેક મોરચે તૈયારીમાં વ્યસ્ત છે. સૂત્રોનું માનીએ તો ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં તેના તમામ મોટા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. ખાસ કરીને રાજ્યસભાના લગભગ 15 થી 20 સાંસદોને ચૂંટણીમાં ઉતારવામાં આવી શકે છે. આ માટે ભાજપે રાજ્ય સભાના સાંસદોને પણ સંકેત આપ્યા છે. લગભગ દરેકને લોકસભાની બેઠકો વિશે માહિતી આપવામાં આવી છે અને તેના પર કામ પણ શરૂૂ થઈ ગયું છે.

Advertisement

ભાજપ જે મોટા ચહેરાઓને લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે તેમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ, ડો. અનિલ જૈન, પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી જેવા જાણીતા ચહેરાઓનો સમાવેશ થાય છે. ભાજપની યોજના છે કે લોકસભાની ચૂંટણીમાં મોટા શહેરોમાં આ નેતાઓને ઉતારવાથી તે સીટ જીતવી તો સરળ રહેશે જ પરંતુ તેની સીધી અસર તેની આસપાસની સીટો પર પણ પડશે. આ જ કારણ છે કે ભાજપ પોતાના મોટા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવા જઈ રહી છે. આ પહેલા ભાજપે તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ પ્રયોગ કર્યો હતો. જેમાં કેન્દ્ર સરકારના અનેક મંત્રીઓને વિધાનસભાની ચૂંટણી લડવા માટે બનાવવામાં આવ્યા હતા. જેનો સીધો ફાયદો ભાજપને મળ્યો. આ જ શ્રેણીમાં ભાજપ લોકસભા ચૂંટણીમાં પણ આ ફોર્મ્યુલાનો અમલ કરવા જઈ રહી છે.

 

કોણ ક્યાંથી ચૂંટણી લડી શકે?
ધર્મેન્દ્ર પ્રધાન-સંભાલપુર, ઓડિશા, પીયૂષ ગોયલ-મુંબઈ દક્ષિણ, અનિલ જૈન-ફિરોઝાબાદ કે મેરઠ, નિર્મલા સીતારમણ-ચેન્નઈ ભૂપેન્દ્ર યાદવ-અલવર, રાજસ્થાન, અરુણ સિંહ-મથુરા કે ગાઝિયાબાદ, હરદીપ સિંહ પુરી-અમૃતસર, જીવીએલ નરસિમ્હા- વિજયવાડા, આંધ્રપ્રદેશ, બીએલ વર્મા-બદાયું, સુરેન્દ્ર સિંહ નગર- ફરીદાબાદ, નીરજ શેખર- બલિયા, સુધાંશુ ત્રિવેદી-કાનપુર કે રાયબરેલી, મનસુખ ભાઈ માંડવીયા-ભાવનગર, રાજીવ ચંદ્રશેખર - ઉત્તર બેંગલુરુ અથવા કેરળની કોઈપણ સીટથી, સરોજ પાંડે-દુર્ગ, છત્તીસગઢ, વી મુરલીધરન-ત્રિવેન્દ્રમ, કેરળ, રાકેશ સિંહા-બેગુસરાય, જ્યોતિરાદિત્ય સિંધિયા- ગુણ અથવા ગ્વાલિયર, એલ મુરુગન- તમિલનાડુની કોઈપણ સીટ પરથી ચૂંટણી લડી શકે છે.

Tags :
indiaindia newsRajya Sabha
Advertisement
Next Article
Advertisement