For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એક્શનથી ભરપૂર રજનીકાંતની લાલ સલામ કાલે રિલીઝ થશે

12:47 PM Feb 08, 2024 IST | Bhumika
એક્શનથી ભરપૂર રજનીકાંતની લાલ સલામ કાલે રિલીઝ થશે

ફિલ્મના ટ્રેલરમાં કપિલ દેવનો રોલ જોવા મળ્યો

Advertisement

બોલીવુડ અને સાઉથ ફિલ્મ જગતના સુપરસ્ટાર રજનીકાંત તેની આગામી ફિલ્મ લાલ સલામને લઈને ચર્ચામાં છે. ફિલ્મ લાલ સલામ સાથે જોડાયેલા ઘણા અપડેટ્સ અત્યાર સુધી સામે આવ્યા છે. ફિલ્મના ટીઝરથી લઈને પોસ્ટર સુધી લોકોને ખૂબ પસંદ આવ્યા છે. રજનીકાંતની ફિલ્મ પલાલ સલામથના ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ શુક્રવારે રિલિઝ થશે.
ટ્રેલરના પહેલા સીનમાં ફિલ્મના હીરો વિષ્ણુ વિશાલ ક્રિકેટ રમતા જોવા મળે છે. થોડા સમય પછી, ટ્રેલરમાં સુપરસ્ટાર રજનીકાંતની એન્ટ્રી થાય છે. રજનીકાંતની એન્ટ્રી પછી તમે ટ્રેલર પરથી નજર હટાવી શકશો નહીં. ફિલ્મના ટ્રેલરમાં એક્શનની સાથે સાથે ઘણા ઈમોશનલ સીન્સ પણ છે. ફિલ્મના ટ્રેલરમાં કપિલ દેવનો નાનકડો રોલ જોવા મળ્યો હતો. ટ્રેલરમાં લોકોને અલગ-અલગ વસ્તુઓ પસંદ આવી રહી છે. ફિલ્મનું શૂટિંગ લોકેશન કોઈનું દિલ જીતી રહ્યું છે તો કોઈ રજનીકાંતના એક્શન સીન્સના દિવાના બની ગયા છે. આ સિવાય ફિલ્મના હીરો વિષ્ણુ વિશાલના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 9 ફેબ્રુઆરીએ મોટા પડદા પર રીલિઝ થવા જઈ રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement