For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

280 કરોડની ફી વસૂલી રજનીકાંત બન્યો ઓશિયાનો સૌથી મોંઘો એકટર

11:04 AM May 09, 2025 IST | Bhumika
280 કરોડની ફી વસૂલી રજનીકાંત બન્યો ઓશિયાનો સૌથી મોંઘો એકટર

Advertisement

રજનીકાન્ત લાંબા સમયથી લોકેશ કનગરાજની ફિલ્મ કૂલીને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મને 2025ની તામિલ સિનેમાની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. હાલમાં ફિલ્મના નિર્માતાઓએ એનો એક પ્રોમો રિલીઝ કર્યો હતો, જેને શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. એક તરફ આ પ્રોમો ચર્ચામાં છે ત્યારે બીજી તરફ ફિલ્મ માટે રજનીકાન્તથી લઈને આમિર ખાન અને નાગાર્જુનની ફીની ચર્ચા થઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે રજનીકાન્તને 260થી 280 કરોડ રૂૂપિયા ફી મળી છે જેને કારણે તે એશિયાનો સૌથી મોંઘો ઍક્ટર બન્યો છે.
રજનીકાન્તને મેઇન લીડમાં ચમકાવતી ફિલ્મ કૂલીનું બજેટ 400 કરોડ રૂૂપિયા છે અને એને ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક ગણવામાં આવી રહી છે. ફિલ્મમાં આમિર ખાનનો કેમિયો છે અને નાગાર્જુન જેવો સ્ટાર પણ સેક્ધડ લીડમાં છે.

મળતી માહિતી પ્રમાણે કૂલી માટે નાગાર્જુને પણ પોતાની ફી વધારી છે. તેને આ ફિલ્મ માટે 24 કરોડ રૂૂપિયા મળી રહ્યા છે, જ્યારે આમિર ખાને 25થી 30 કરોડ રૂૂપિયા ચાર્જ કર્યા છે. ફિલ્મમાં રજનીકાન્ત, નાગાર્જુન અને આમિર ખાન ઉપરાંત શ્રુતિ હાસન, સત્યરાજ અને ઉપેન્દ્ર રાવ પણ છે; પરંતુ તેમની ફીની વિગત મળી નથી. કૂલીમાં પૂજા હેગડે પણ છે જે એક સ્પેશ્યલ ગીતમાં જોવા મળશે અને એને માટે તેણે બે કરોડ રૂૂપિયા લીધા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement