રાજસ્થાનનાં મોટો રોડ અકસ્માત: ગુજરાતથી કાશ્મીર ફરવા ગયેલા 5 લોકોને કાળ ભરખી ગયો
રાજસ્થાનના બિકાનેરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં બસ અને સ્કોર્પિયો વચ્ચે ટક્કરમાં 5 લોકોના મોત થયા હતા. તમામ લોકો ગુજરાતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં બે પુરૂષ, બે મહિલા અને એક છોકરી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રક અને ટાવેરા કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં ભયાનક અકસ્માતની ઘટના બની છે. હાલ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી રહી છે.
આ ઘટના ભારતમાલા એક્સપ્રેસ વે પર બની છે. એક્સપ્રેસ વે પર એક કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં ગુજરાતી પરિવારના પાંચ લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટના એટલી ભીષણ હતી કે કારનો બુકડો બોલી ગયો હતો. મૃતકોમાં, ડૉ. પ્રતિક અને તેમની પત્ની હેતલ, કચ્છ ભુજ ગુજરાત પ્રદેશના રહેવાસી અને તેમની 18 મહિનાની પુત્રી નાયસાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.ગુજરાતના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડૉ. પૂજા કર્મકસ્થ અને તેમના પતિ કરમકૃષ્ણનું પણ એક જ વાહનમાં મુસાફરી દરમિયાન મૃત્યુ થયું હતું. બીકાનેરના એસપી તેજસ્વિની ગૌતમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બીજી તરફ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને મૃતકોના પરિવારજનોને અકસ્માતની જાણ કરી છે. આ તમામ લોકો ક્યાં જઈ રહ્યા હતા તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. મામલાની માહિતી આપતા એસપી તેજસ્વિની ગૌતમે જણાવ્યું કે, ભારતમાલા એક્સપ્રેસ વે પર બસ અને વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં 5 લોકોના મોત થયા હતા.