રાજસ્થાનના IAS દંપતીનો કૌટુંબિક ઝઘડો પોલીસમાં
રાજસ્થાનમાં જ્યાં મુખ્ય સચિવ IAS સુધાંશુ પંતના ટ્રાન્સફરના સમાચારથી વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો છે, ત્યારે રાજ્યના વધુ એક સિનિયર IAS દંપતીનો ઘરેલુ વિવાદ ચર્ચામાં આવ્યો છે. 2014 બેચના IAS અધિકારી ભારતી દીક્ષિત અને તેમના પતિ આશિષ મોદી (IAS) વચ્ચેના આ વિવાદમાં ભારતી દીક્ષિતે તેમના પતિ પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે.
સિનિયર IAS ભારતી દીક્ષિતે 7 નવેમ્બરના રોજ SMS પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે, જેના પર પોલીસ તપાસ કરી રહી છે. આ ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો કે, તેમના IAS પતિ દારૂૂ પીને હોબાળો કરે છે. પતિ આશિષ મોદીએ તેમના પર અવૈધ સંબંધો રાખવા માટે દબાણ કર્યું અને તેમની સાથે મારપીટ પણ કરી. પતિએ તેમને પિસ્તોલ બતાવીને બંધક બનાવ્યા હતા. આ સાથે જ છૂટાછેડા માટે પણ દબાણ કર્યું હતું.
આ IAS દંપતી રાજસ્થાન કેડરના જ અધિકારીઓ છે. ભારતી દીક્ષિત રાજસ્થાન સરકારમાં સંયુક્ત સચિવના પદ પર કાર્યરત છે અને આશિષ મોદી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં નિર્દેશકના પદ પર કાર્યરત છે.