રાજ ઠાકરેએ ભાજપ સાથે નાતરું તોડ્યું, એકલા હાથે ચૂંટણી લડશે
મહાયુતિમાં જોડાવાની અટકળોનો પણ અંત
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (ખગજ)ના વડા રાજ ઠાકરેએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓ મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં 200 થી 250 બેઠકો પર એકલા ચૂંટણી લડશે. અગાઉ એવી અટકળો હતી કે ખગજ પણ સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં જોડાશે અને વિધાનસભા ચૂંટણી લડશે. મહાગઠબંધનમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને ગઈઙ (અજિત પવાર)નો સમાવેશ થાય છે.
આ દરમિયાન, ઠાકરેએ તેમની પાર્ટીમાં પક્ષપલટાની અટકળો પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું, મેં સાંભળ્યું છે કે મારી પાર્ટીના કેટલાક લોકો પણ અન્ય પાર્ટીમાં જોડાવા માંગે છે. હું તેમના માટે રેડ કાર્પેટ પાથરીશ. તેઓ તરત જ નીકળી શકે છે. ખગજમાં ટિકિટ ઉમેદવારના ઓળખપત્ર અને જીતવાની સંભાવનાના આધારે જ આપવામાં આવશે.
ઠાકરેએ જાહેરાત કરી હતી કે તેઓ પાર્ટીના કાર્યકરો અને સમર્થકો સાથે ચૂંટણી અંગે વિગતવાર ચર્ચા કરવા માટે 1 ઓગસ્ટથી મહારાષ્ટ્રનો તેમનો પ્રવાસ શરૂૂ કરશે. તેમણે કહ્યું, અમે આગામી વિધાનસભા ચૂંટણીમાં 200 થી 250 બેઠકો પર લડીશું. હું મારા પક્ષના કાર્યકરોને કોઈપણ કિંમતે સત્તામાં બેસાડવા માંગુ છું. હું ઈચ્છું છું કે તમે આગામી ચૂંટણી માટે સખત મહેનત કરો. 2019 ની વિધાનસભા ચૂંટણીમાં ખગજ એ માત્ર 1 સીટ જીતી હતી. જ્યારે તાજેતરની લોકસભા ચૂંટણી દરમિયાન ખગજ એ ભાજપને સમર્થન આપ્યું હતું. રાજ ઠાકરેએ મુંબઈમાં પીએમમોદીની જાહેર સભામાં પણ હાજરી આપી હતી.