For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ ઠાકરેએ બે વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા

05:07 PM Aug 05, 2024 IST | admin
રાજ ઠાકરેએ બે વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા

મહારાષ્ટ્રમાં એનડીએના ટેન્શનમાં વધારો

Advertisement

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બે બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (ખગજ)એ મુંબઈની શિવડી વિધાનસભાથી બાલા નંદગાંવકર અને પંઢરપુરથી દિલીપ ધોત્રેને મેદાનમાં ઉતાર્યા છે. રાજ ઠાકરેની આ રણનીતિએ એમવીએ અને મહાયુતિ (એનડીએ) બંનેને ટેન્શનમાં મૂકી દિધા છે.

રાજ ઠાકરેએ લોકસભા ચૂંટણીમાં એનડીએને સમર્થન આપ્યું હતું. મહાયુતિની રેલીઓમાં પણ ભાગ લીધો હતો. ત્યારે માનવામાં આવતું હતું કે એમએનએસ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરશે અને તેને સીટની વહેંચણીમાં મહત્વ મળશે. જોકે, લોકસભા ચૂંટણીમાં મહાયુતિને મોટો ફટકો પડ્યો હતો અને બેઠકો ગુમાવી હતી. હવે રાજ ઠાકરેએ એકલા જવાની રણનીતિ બનાવી છે. ભાજપ અને તેના સહયોગી માટે આ કોઈ મોટા ટેન્શનથી ઓછું નથી.

Advertisement

રાજ ઠાકરેએ 25 જુલાઈએ જાહેરાત કરી હતી કે એમએનએસ રાજ્યમાં 225 થી 250 બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું, કોની સાથે ગઠબંધન થશે અને કેટલી સીટો આપવામાં આવશે તે અંગે કોઈ ભ્રમમાં ન રહો.

આગામી વિધાનસભા ચૂંટણીમાં મારે કંઈ પણ કરી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પદાધિકારીઓ અને કાર્યકરોને સત્તા પર બેસાડવાના છે .લોકો મારા પર હસશે, પરંતુ મને કોઈ ફરક નહીં પડે.

Advertisement
Tags :
Advertisement
Advertisement