વિરોધ પ્રદર્શનરૂપે કાળો ઝંડો ફરકાવવો ગેરકાનૂની નથી: કોર્ટ
કેરળ હાઈકોર્ટે મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના કાફલાની સામે કાળા ઝંડા લહેરાવવાના મામલે ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, કોઈ વ્યક્તિને કાળો ઝંડો બતાવવો કોઈ ગેરકાયદે કામ નથી અને આ માનહાનિના દાયરામાં નથી આવતું. તેની સાથે કોર્ટે ત્રણ લોકોથી જોડાયેલા એક આવા જ કેસને ફગાવી દીધો છે. બુધવારે અપાયેલા ચુકાદામાં જસ્ટિન બેચૂ કુરિયન થોમસે એ પણ કહ્યું કે અસરકારક લોકશાહી માટે વિરોધ પ્રદર્શન જરૂૂરી છે.
વર્ષ 2017માં બનેલી આ ઘટનામાં એર્નાકુલમ જિલ્લાના પારાવુરના ત્રણ યુવકો પર મુખ્યમંત્રી વિજયનને બદનામ કરવાના ઈરાદે તેના કાફલા પર કાળા ઝંડા લહેરાવવાનો આરોપ લાગ્યો હતો. ફરિયાદ અનુસાર, જ્યારે પોલીસે તેને કાફલા તરફ જતા રોકવાના પ્રયાસ કર્યા તો તેમણે કથિત રીતે પોલીસ કર્મચારીઓને ધક્કો માર્યો હતો.
પોલીસે 2020માં પરવૂરની એક મેજિસ્ટ્રેટ કોર્ટમાં ત્રણ લોકો વિરૂૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
તેના પર આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો, જે માનહાનિ, લોક સેવકને કામગીરી કરતા રોકવા અને અન્યથી સંબંધિત છે. ત્યારબાદ આરોપીઓએ કેસને પડકારતા હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
કોર્ટે કહ્યું કે, પજો કોઈ વ્યક્તિ કાળો ઝંડો બતાવે કે લહેરાવે છે તો તેને માનહાનિ ન માની શકાય, તે કોઈ ગેરકાયદે કામ પણ નથી. ત્યાં સુધી કે જો કોઈ મુખ્યમંત્રીના કાફલાને પણ કાળો ઝંડો બતાવી દે તો પણ આ પ્રકારના વ્યવહારને આઈપીસીની કલમ 499ની ભાષાના હિસાબથી કોઈપણ રીતે માનહાનિ ન માની શકાય.