મહારાષ્ટ્રમાં વરસાદી આફત, નાસિકના અનેક ઐતિહાસિક મંદિરો પાણીમાં ગરકાવ
પૂણે, સાંગલી, કોલ્હાપુરમાં જળબંબાકાર
મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજધાની મુંબઈમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. વરસાદને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં હજારો લોકો પ્રભાવિત થયા છે. પુણે, નાસિક, સાંગલી અને કોલ્હાપુરમાં નદીઓ ઉછળી રહી છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. થાણે, લોનાવાલા અને મહાબળેશ્વર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નાશિકના અનેક મંદિરો પાણીમાં ડૂબી ગયા છે. પરિસ્થિતિનો સામનો કરવા માટે ગઉછઋ અને સેનાની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
નાશિકમાં કેટલાક કલાકો સુધી ભારે વરસાદ બાદ ગંગાપુર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ગોદાવરી નદીમાં ઉછાળો આવ્યો છે. ગોડા ઘાટ પર અનેક નાના-મોટા અને ઐતિહાસિક મંદિરો પાણીમાં ડૂબી ગયા છે. પૂરની સ્થિતિને જોતા સ્થાનિક પ્રશાસને નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા અને ઊંચા સ્થળોએ ખસી જવાની સલાહ આપી છે. સાવચેતીના પગલાં લઈ ગોડા ઘાટ વિસ્તારની દુકાનો બંધ કરી દેવામાં આવી છે.
નાસિક, પુણે, કોલ્હાપુર અને સતારા જિલ્લાઓ માટે વરસાદની ચેતવણી જારી કરી છે. આ તમામ સ્થળોએ 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ) એ પણ થાણે, મુંબઈ, રાયગઢ, સિંધુદુર્ગ અને નાસિક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઈંખઉ એ તેની આગાહીમાં કહ્યું છે કે પાલઘરમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડશે. પૂણે અને સાતારાના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.