For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કર્ણાટકના MLAના 31 સ્થળે EDના દરોડા, 12 કરોડ રોકડા, 6 કરોડના દાગીના મળ્યા

03:53 PM Aug 23, 2025 IST | Bhumika
કર્ણાટકના mlaના 31 સ્થળે edના દરોડા  12 કરોડ રોકડા  6 કરોડના દાગીના મળ્યા

કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કે સી વીરેન્દ્રની આજે ગેરકાયદેસર ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજી રેકેટના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતમાં 31 સ્થળોએ બે દિવસના સર્ચ ઓપરેશન બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા આ ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં દુબઈથી ઓપરેશન અને અનેક કેસિનો સાથે લિંક્સ સહિત એક મોટું સટ્ટાબાજી નેટવર્ક બહાર આવ્યું છે. 22 અને 23 ઓગસ્ટના રોજ કરવામાં આવેલા દરોડા બેંગલુરુ, હુબલી, મુંબઈ, જોધપુર, ગોવા અને ગંગટોક સહિતના શહેરોમાં ફેલાયેલા હતા, જેમાં પાંચ જાણીતા કેસિનો, બિગ ડેડી કેસિનો, ઓશન રિવર્સ કેસિનો, પીથ કેસિનો પ્રાઈડ, ઓશન 7 કેસિનો અને પીથ કેસિનો ગોલ્ડને પણ લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા.

Advertisement

ઇડી અનુસાર, વીરેન્દ્ર કિંગ N567 અને રાજા567 જેવા નામો હેઠળ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મની શ્રેણી ચલાવી રહ્યો હતો. તેમના ભાઈ, કે સી થિપ્પેસ્વામી, દુબઈ સ્થિત ત્રણ કંપનીઓ ડાયમંડ સોફ્ટેક, ટીઆરએસ ટેક્નોલોજીસ અને પ્રાઇમ9ટેકનોલોજીસ દ્વારા આ કામગીરીનું સંચાલન કરી રહ્યા હોવાનો આરોપ છે. આ કંપનીઓ સટ્ટાબાજીની કામગીરી માટે ગેમિંગ સંબંધિત કોલ સેન્ટર સેવાઓ પૂરી પાડતી હોવાનું જાણવા મળ્યું છે.

વ્યાપક સર્ચ ઓપરેશન દરમિયાન, અધિકારીઓએ આશરે 12 કરોડ રૂૂપિયા રોકડા જપ્ત કર્યા, જેમાં 12 કરોડ રૂૂપિયા વિદેશી ચલણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લગભગ 6 કરોડ રૂૂપિયાના સોનાના દાગીના, 10 કિલો ચાંદીના વાસણો અને ચાર ઉચ્ચ કક્ષાના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 ની જોગવાઈઓ હેઠળ સત્તર બેંક ખાતા અને બે બેંક લોકર ફ્રીઝ કરવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement