અદાણી-મોદીના પોસ્ટર સાથે રાહુલનો કટાક્ષ: એક હૈં તો સેફ હૈં
મહારાષ્ટ્રના પ્રોજેક્ટો ગુજરાતમાં લઇ જવાયાનો કોંગ્રેસ નેતાનો આક્ષેપ
મહારાષ્ટ્રની ચૂંટણીને હવે માત્ર બે દિવસ બાકી છે.રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન થવાનું છે. 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે.આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારનો અંત આવશે. રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ અદાણી અને ઙખ મોદી પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ આ દરમિયાન મોદી અને અદાણી પર નિશાન સાધતા કહ્યું, ઙખ મોદીએ ચૂંટણીનો નારો આપ્યો છે એક હે તો સેફ હે. તો તેનો અર્થ ફક્ત એક જ વ્યક્તિ સાથે છે. આ દરમિયાન તેમણે ઙખ મોદી અને અદાણીનું પોસ્ટર પણ બતાવ્યું હતું.
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (ઉછઙ) મુદ્ રાહુલ ગાંધીએ ઙખ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપ ધારાવીની જમીન માત્ર એક વ્યક્તિને આપવા માંગે છે.તેથી જ તે આ પ્રોજેક્ટ લઈને આવી રહી છે. ભાજપનો પ્રયાસ છે કે અહીં હાજર લઘુ ઉદ્યોગોને ખતમ કરવાનો છે અને એક વ્યક્તિના હાથમાં બધું આપવા માંગે છે.
ધારાવીના વિકાસ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી પાસે ધારાવીના વિકાસ માટે એક પ્લાન છે. અમે અહીંના લોકોને ધ્યાનમાં રાખીને યોજના બનાવીશું.
અમે કોઈ એક વ્યક્તિના કહેવા પર કોઈ યોજના બનાવીશું નહીં.
રોજગારના મુદ્દે કેન્દ્ર સરકાર અને મહાયુતિ પર પ્રહાર કરતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે, ભાજપ આ ચૂંટણીમાં ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ અમે એવું થવા દઇશું નહીં. તેઓ કહી રહ્યા છે કે, મહા અઘાડી સરકારના સમયમાં અનેક મોટા પ્રોજેક્ટો બહાર ગયા છે પરંતુ તેમના સમયમાં 7 પ્રોજેક્ટ વિવિધ રાજ્યમાં ગયા છે જેમાંથી સૌથી વધુ પ્રોજેક્ટ ગુજરાતમાં ગયા છે.