રાયબરેલીમાં રાહુલના કાફલાને રોકવામાં આવ્યો
રાહુલ ગાંધી બુધવારે તેમના બે દિવસના પ્રવાસ પર તેમના સંસદીય મતવિસ્તાર પહોંચ્યા. રાહુલ ગાંધી રાયબરેલી પહોંચતા જ વિરોધ શરૂૂ થઈ ગયો. યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ તેમના સમર્થકો સાથે રસ્તામાં ધરણા પર બેઠા.
લોકસભાના વિપક્ષી નેતા અને સાંસદ રાહુલ ગાંધી બુધવારે બે દિવસના પ્રવાસ પર તેમના સંસદીય મતવિસ્તાર પહોંચ્યા. તેમના પ્રવાસનો રાજ્ય સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહે વિરોધ કર્યો. રાહુલના કાફલાને લખનૌ પ્રયાગરાજ હાઇવે પર બેસીને રોકવામાં આવ્યો. મંત્રી દિનેશ હાઇવે પર સમર્થકો સાથે હાઇવે પર બેસી ગયા. આ દરમિયાન નારાબાજી શરૂૂ થઈ. રાહુલ ગાંધી પાછા જાઓના નારા લગાવવામાં આવ્યા. કાફલો લગભગ 20 મિનિટ સુધી રોકાયો રહ્યો. આ દરમિયાન પોલીસ પ્રશાસન ગભરાઈ ગયું. મંત્રી દિનેશ સિંહે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. બિહારમાં તેમની હાજરીમાં વડા પ્રધાનની માતા સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ સમાજ માટે કોઈપણ રીતે સારું નથી.