દિલ્હી એઇમ્સમાં દર્દીઓના પરિજનોની મુલાકાતે રાહુલ
12:48 PM Jan 17, 2025 IST | Bhumika
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હી અઈંઈંખજની મુલાકાત લીધી હતી. કોંગ્રેસના નેતા સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને મળ્યા હતા અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. આ મુલાકાત પછી, કોંગ્રેસ નેતાએ કેન્દ્ર અને દિલ્હી સરકાર પર દર્દીઓ પ્રત્યે અસંવેદનશીલતા બતાવવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીની આ મુલાકાતની તસવીરો કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે. ફોટોની સાથે લખવામાં આવ્યું હતું કે, દૂર દૂરથી સારવાર માટે આવેલા લોકો અહીં રસ્તા, ફૂટપાથ અને સબવે પર સૂવા માટે મજબૂર છે. મોદી સરકાર અને દિલ્હી સરકારે તેમને તેમના ભાગ્ય પર છોડી દીધા છે. તેણે પોતાની જવાબદારીમાંથી પીઠ ફેરવી લીધી છે.
Advertisement
Advertisement