ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીએ મતદારો સાથે તળાવમાં ધુબાકો માર્યો
05:42 PM Nov 03, 2025 IST
|
admin
Advertisement
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીએ રવિવારે ચૂંટણીલક્ષી રાજ્ય બિહારમાં એક રેલીને સંબોધ્યા બાદ અણધાર્યો કાર્યક્રમ યોજીને માછીમાર સમુદાયને આકર્ષવાનો પ્રયાસ કર્યો. બેગુસરાય જિલ્લામાં, તેઓ તેમના ગઠબંધન સહયોગી અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) ના મુકેશ સહની સાથે નજીકના તળાવમાં પહોંચ્યા હતા.બાદમાં, રાહુલ ગાંધીએ પણ તેમના ટ્રેડમાર્ક સફેદ ટી-શર્ટ અને કાર્ગો પેન્ટ પહેરીને મુકેશ સહનીને અનુસર્યા અને છાતી સુધીના ઊંડા કાદવવાળા પાણીમાં કૂદી પડ્યા હતા. આ સમયે ‘રાહુલ ગાંધી ઝિંદાબાદ’ના નારા લગાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં મોટી સંખ્યામાં માછીમારો પણ હાજર રહ્યા હતા, જેમાંથી કેટલાક નેતાઓ સાથે પાણીમાં જોડાયા હતા. કોંગ્રેસના X (ટ્વિટર) હેન્ડલ પર આ ઘટનાનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો.
Advertisement
Next Article
Advertisement