ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો એટલે કે મહાકુંભમાં નાસભાગ મચી હતી. આમાં 20થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ છે. આ ઘટના બાદ વિપક્ષ યોગી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મહા કુંભ મેળાના વિસ્તારમાં થયેલી નાસભાગ પર માત્ર શોક જ વ્યક્ત કર્યો નહીં પરંતુ યોગી સરકાર પર સવાલો પણ ઉઠાવ્યા.
રાહુલ ગાંધીએ મહાકુંભમાં થયેલી નાસભાગ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું
https://x.com/RahulGandhi/status/1884458629811822889
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પ્રયાગરાજ મહાકુંભમાં બનેલી ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઈજાગ્રસ્તોના જલદી સ્વસ્થ થવાની કામના કરી. વ્યવસ્થાઓ માટે સરકાર પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે મહાકુંભને હજુ ઘણો સમય બાકી છે અને હજુ ઘણા મહાસ્નાન થવાના છે. આજના જેવી દુ:ખદ ઘટના ફરી ન બને તે માટે સરકારે સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આક્રમક પ્રતિક્રિયા આપતાં યોગી સરકારને ઘેરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘મૌની અમાસના અવસરે બનેલી નાસભાગની ઘટના બદલ યુપી સરકાર જ જવાબદાર છે. આ દુઃખદ ઘટના મિસ મેનેજમેન્ટ, સામાન્ય શ્રદ્ધાળુઓની જગ્યાએ VIP મૂવમેન્ટ પર તંત્રનું ખાસ ધ્યાન હોવાને કારણે સર્જાઈ હતી.
અખિલેશ યાદવની યોગી સરકાર પાસે માંગ
https://x.com/yadavakhilesh/status/1884437327654826492
અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું મહાકુંભમાં મેનેજમેન્ટ સામે નિશાન સાધતા ‘X’ પર લખ્યું કે, ‘અવ્યવસ્થાને કારણે આ દુઃખદ ઘટના સર્જાઈ છે અને સરકાર વીઆઈપી લોકોની સુરક્ષામાં જ વ્યસ્ત છે. નોંધનીય છે કે, મૌની અમાસ પર લગભગ બે કરોડ લોકોએ પ્રયાગરાજમાં સ્નાન કર્યું.
તેમણે સરકારને અપીલ કરી કે ગંભીર રીતે ઘાયલોને એર એમ્બ્યુલન્સની મદદથી નજીકની સારી હોસ્પિટલોમાં લઈ જઈ તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવામાં આવે. આ સાથે વિખૂટા પડી ગયેલા લોકોને તેમના સ્નેહીજનો સાથે ફરી મળવાની પણ માંગ કરવામાં આવી હતી.
https://x.com/Mayawati/status/1884433920273613132
બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પ્રયાગરાજમાં નાસભાગની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ભક્તોને થયેલા જાનહાનિ અને ઈજાઓને ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક ગણાવી હતી.
દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ પ્રયાગરાજમાં નાસભાગની ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે તમામ શ્રદ્ધાળુઓને ધીરજ રાખવા અને સાવચેતી રાખવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી.
ખડગેએ સિસ્ટમ પર સવાલો ઉઠાવ્યા હતા
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહાકુંભ દરમિયાન બનેલી ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે શ્રદ્ધાળુઓના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. આ સાથે સરકારની સિસ્ટમ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.