રાહુલે બ્રાઝિલિયન મોડેલ ગણાવી તે પિંકી નીકળી!
મતદાર ઓળખકાર્ડમાં ખોટો ફોટો છપાયો હોવાનો ખુલાસો
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મત ચોરીના મુદ્દા અંગે બુધવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર પણ નિશાન સાધ્યું હતું અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મત ચોરી થઈ હોવાનો આરોપ લગાવ્યો. તેમણે પુરાવા તરીકે મતદાર ઓળખ કાર્ડ રજૂ કર્યું અને દાવો કર્યો કે બ્રાઝિલિયન મોડેલના ફોટાનો ઉપયોગ કરીને ઘણા મત આપવામાં આવ્યા હતા. જોકે, આ મામલે હવે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.
ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, જે મહિલાના મતદાર ઓળખ કાર્ડનો ઉપયોગ રાહુલ ગાંધીએ મત ચોરીનો મુદ્દો ઉઠાવવા માટે કર્યો હતો તેણે આ મામલે પ્રતિક્રિયા આપી છે. મહિલા પિંકીએ કહ્યુ મેં મારો પોતાનો મત આપ્યો પિંકીએ મત ચોરી અથવા ચૂંટણીમાં ગોટાળાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલે પિંકીનું મતદાર ઓળખ કાર્ડ બતાવ્યું હતું અને દાવો કર્યો હતો કે તે બ્રાઝિલિયન મોડેલ છે.રાહુલના દાવાઓ પર પ્રતિક્રિયા આપતા, પિંકીએ ખુલાસો કર્યો કે તેના મતદાર ઓળખ કાર્ડ પર ઘણા સમયથી ખોટા ફોટા છાપવામાં આવ્યા હતા. પિંકીએ કહ્યુ હું 2024 માં મતદાન કરવા ગઈ હતી. અહીં કોઈ મત ચોરી થઈ ન હતી. જ્યારે મેં મારા મતદાર કાર્ડ માટે અરજી કરી, ત્યારે તે પહેલા ખોટો ફોટો સાથે આવ્યું; તેમાં અમારા ગામની એક મહિલાનો ફોટો હતો. અમે તરત જ કાર્ડ પરત કર્યું, પરંતુ હજુ સુધી સુધારેલું કાર્ડ મળ્યું નથી. મેં 2024 ની ચૂંટણીમાં મારી મતદાર કાપલી અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.
ભાજપે બુધવારે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વ્યાપક મત ચોરીના રાહુલ ગાંધીના દાવાઓને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા, અને કોંગ્રેસ નેતા પર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને દેશના લોકશાહીને બદનામ કરવા માટે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવવાનો આરોપ લગાવ્યો.બીજી તરફ મતદાર યાદી કૌભાંડના સંદર્ભમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા ઉલ્લેખિત બ્રાઝિલિયન મોડેલે એક નિવેદન બહાર પાડ્યું છે. ભારતથી હજારો કિલોમીટર દૂર રહેતી આ મહિલાનું નામ લારિસા છે. ભારતમાં તેના વિશે થઇ રહેલી ચર્ચાથી તે પણ આશ્ચર્યચકિત થઇ ગઇ છે. તેણે દાવો કર્યો છે કે તેને ભારતીય રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. કોઈએ તેનો ફોટો સ્ટોક ઈમેજમાંથી ખરીદ્યો અને તેનો દુરુપયોગ કર્યો.
ભારતના રાજકારણ સાથે મારે કાંઇ લાગેવળગે નહીં: બ્રાઝિલિયન મોડેલ
બીજી તરફ મતદાર યાદી કૌભાંડના સંદર્ભમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા ઉલ્લેખિત બ્રાઝિલિયન મોડેલે એક નિવેદન બહાર પાડ્યું છે. ભારતથી હજારો કિલોમીટર દૂર રહેતી આ મહિલાનું નામ લારિસા છે. ભારતમાં તેના વિશે થઇ રહેલી ચર્ચાથી તે પણ આશ્ચર્યચકિત થઇ ગઇ છે. તેણે દાવો કર્યો છે કે તેને ભારતીય રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. કોઈએ તેનો ફોટો સ્ટોક ઈમેજમાંથી ખરીદ્યો અને તેનો દુરુપયોગ કર્યો.
