ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાફેલની ધણધણાટી, હેમર-સ્કેલ્પ મિસાઈલોથી પાકિસ્તાનના હાજા ગગડયા

11:37 AM May 07, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

560 કી.મી. રેન્જની મિસાઈલોથી 450 કિલોની બોમ્બ વહનક્ષમતાવાળી મિસાઈલો છોડાઈ

Advertisement

ઓપરેશન સિંદૂર એ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા 7 મે 2025 એટલે કે આજે શરૂૂ કરાયેલ એક ઐતિહાસિક સૈન્ય કાર્યવાહી હતી જે હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં જૈશ-એ-મોહમ્મદ (JEM) અને લશ્કર-એ-તોયબાના નવ આતંકવાદી ઠેકાણાઓના ભુક્કા બોલાવી દેવાયા.

આ આતંકી ઠેકાણાઓનો સફાયો કરી નાખવા માટે ખાસ પ્રકારના દારૂૂગોળા અને હથિયાર-વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતની આ સૈન્ય કાર્યવાહી 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. જેમાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા.ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકીઓનો સફાયો કરી નાખવા માટે ભારતે અત્યાધુનિક અને સચોટ દારૂૂગોળો અને હથિયારોનો ઉપયોગ કર્યો, જેનાથી ઓછામાં ઓછા નાગરિકોનું નુકસાન સાથે મહત્તમ અસર સુનિશ્ચિત થઈ. ભારતીય વાયુસેના (IAF) દ્વારા રાફેલ ફાઇટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના પર સ્કેલ્પ ક્રુઝ મિસાઇલ અને હેમર મિસાઇલ જેવી બે શક્તિશાળી શસ્ત્ર પ્રણાલીઓ વાપરવામાં આવી હતી.

સ્કેલ્પ ક્રુઝ મિસાઇલ
સ્કેલ્પ ક્રુઝ મિસાઇલ જેને યુકેમાં સ્ટોર્મ શેડો તરીકે ઓળખાય છે. આ મિસાઈલ લાંબા અંતરની, ઓછી ઓબ્ઝર્વેબલ અને હવામાંથી જમીન પર પ્રહાર કરી શકે તેવી ક્રૂઝ મિસાઈલ છે. તે યુરોપિયન ડિફેન્સ કંપની ખઇઉઅ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ભારતના 36 રાફેલ જેટમાં સ્થાપિત કરાઈ છે. તેનું આખું નામ સિસ્ટેમ ડી ક્રોઇસિયર ઓટોનોમ એ લોંગ્યુ પોર્ટી એમ્પ્લોઇ જનરલ છે, જેનો અર્થ થાય છે લાંબા અંતરની સ્વાયત્ત ક્રુઝ મિસાઇલ સિસ્ટમ - સામાન્ય ઉપયોગ તેની રેન્જ 250-560 કિ.મી. જેટલી છે. તેનું વજન 1300 કિગ્રા છે જેમાં 450 કિગ્રા વિસ્ફોટક વોરહેડ લઈ જઇ શકાય છે.

હેમર મિસાઈલ
હેમર મિસાઈલ જેને AASM(Armement Air-Sol Modulaire) નામે પણ ઓળખાય છે તેને ફ્રાન્સની ડિફેન્સ કંપની સાફરાન દ્વારા તૈયાર કરાઈ છે. તે એક મધ્યમ અંતરની, હવાથી જમીન પર પ્રહાર કરતી સિસ્ટમ છે. આ એક મોડ્યુલર હથિયાર છે. ભારતે તેને ઈમરજન્સી ખરીદી કરી હતી ખાસ કરીને રાફેલ જેટ માટે.

રાફેલ ફાઈટર
રાફેલ એ 4.5 પેઢીનું મલ્ટી રોલ ફાઇટર જેટ છે, જે તેની અદ્યતન ટેકનોલોજી અને તેની પ્રહાર કરવાની ક્ષમતા માટે જાણીતું છે. રાફેલ-એમની ગતિ 2202 કિમી/કલાક છે, જે પાકિસ્તાનના JF-17 (1910 કિમી/કલાક) અને J-10 CE (2100 કિમી/કલાક) કરતા વધુ છે. તેની રેન્જ 3700 કિમી છે જે તેને લાંબા અંતરના મિશન માટે યોગ્ય બનાવે છે. આ સાથે ભારતે બ્રહ્મોસની સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ કરીને બહાવલપુર અને મુજફ્ફરાબાદમાં જૈશના કમાન્ડર સેન્ટર અને હથિયાર ડેપોને નષ્ટ કર્યા હતા. બીજી બાજુ પોપી પ્રેસિઝન ગાઈડેડ મિસાઈલનો ઉપયોગ કરીને રાવલપિંડી નજીક જૈશના હથિયારોના ભંડારને નિશાન બનાવ્યું હતું. બીજી બાજુ સ્વદેશમાં નિર્મિત લેઝર ગાઈડેડ મિસાઈલ (સુદર્શન) વડે મુરિદકેમાં લશ્કર એ તોયબાના સહાયક ઠેકાણાઓ પર હુમલા કરાયા હતા.

Tags :
indiaindia attackindia newsindia Operation Sindoormissiles rattleOperation Sindoorpakistanpakistan newsRafale
Advertisement
Advertisement