કાલથી પાકિસ્તાન સરહદે રાફેલ-સુખોઇની ગર્જના
23 થી 25 જુલાઈ દરમિયાન પાકિસ્તાન સરહદ નજીક બે દિવસ સુધી કવાયત કરશે. ઇન્ડિયન એર ફોર્સ રાજસ્થાનના બાડમેર અને જોધપુર સેક્ટર વચ્ચે આ ડ્રિલ યોજશે. આ વિસ્તાર પાકિસ્તાની સરહદની નજીક આવેલો છે. જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના હવાઈ સંઘર્ષ દરમિયાન મોટાભાગના પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલો આવ્યા હતા. જોકે, ઇન્ડિયન એર ફોર્સે તેમને તોડી પાડ્યા હતા.
એર ફોર્સની કવાયતને ધ્યાનમાં રાખતા, આ વિસ્તાર માટે એક NOTAM જારી કરવામાં આવ્યું છે એટલે કે અશતિાફભય ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું છે.
ભારતીય વાયુસેનાની આ કવાયતમાં„ Rafale, Sukhoi-30 અને Jaguar જેવા ફ્રન્ટલાઈન ફાઇટર એરક્રાફ્ટ તેમજ અન્ય એરક્રાફ્ટનો સમાવેશ થશે. ભારતીય વાયુસેના Rafale અને Mirage 2000 સાથે મુખ્ય સરહદી કવાયતો કરશે. આ કવાયતને પૂર્વ-આયોજિત, નિયમિત તાલીમ કવાયત તરીકે વર્ણવવામાં આવી રહી છે. તે જમીન અને હવાઈ લક્ષ્યો સહિત વિવિધ યુદ્ધ પરિસ્થિતિઓ તેમજ રાત્રિ ઓપરેશનનો પણ સમાવેશ કરવામાં આવશે.