For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપરાષ્ટ્રપતિ પદે રાધાકૃષ્ણનનો વિજય નિશ્ર્ચિત, છતાં સર્વસંમતીથી ચૂંટાય તે વધુ જરૂરી

10:49 AM Aug 19, 2025 IST | Bhumika
ઉપરાષ્ટ્રપતિ પદે રાધાકૃષ્ણનનો વિજય નિશ્ર્ચિત  છતાં સર્વસંમતીથી ચૂંટાય તે વધુ જરૂરી

જગદીપ ધનખડે ખાલી કરેલા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ અંતે પોતાના ઉમેદવાર નક્કી કરી દીધા અને બીજાં બધાં નામ કોરાણે મૂકીને મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન પર કળશ ઢોળી દીધો. રવિવારે મળેલી ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં રાધાકૃષ્ણનના નામની પસંદગી કરીને નરેન્દ્ર મોદીએ લોકોને આશ્ચર્યમાં મૂકવાની પરંપરા જાળવી કેમ કે રાધાકૃષ્ણનના નામની ચર્ચા ક્યાંય હતી જ નહીં. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આરિફ મોહમ્મદ ખાન સહિતનાં નામો ચર્ચાતાં હતાં પણ રાધાકૃષ્ણન પિક્ચરમાં જ નહોતા તેથી રવિવારે સાંજે રાધાકૃષ્ણનના નામની જાહેરાત થઈ પછી મીડિયાએ પણ તેમના બાયો-ડેટા તાત્કાલલિક શોધવો પડે એવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી.દેશના બીજા નંબરનો સર્વોચ્ચ બંધારણીય હોદ્દા એવા ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાધાકૃષ્ણન યોગ્ય પસંદગી છે તેમાં બેમત નથી. ભાજપે વચ્ચેના સમયગાળામાં સત્યપાલ મલિક અને જગદીપ ધનખડ જેવા તકસાધુઓને પસંદ કરીને ભાજપના પાયાના પથ્થરોની અવગણના કરવા માંડી હતી.

Advertisement

તેના કારણે ભાજપની વિચારધારાના ચુસ્ત સમર્થકોમાં પણ નારાજગી હતી. રાધાકૃષ્ણનની પસંદગીથી એ નારાજગી દૂર થશે કેમ કે રાધાકૃષ્ણન ભાજપના પાયાના પથ્થરોમાંથી જ એક નથી પણ ભાજપની વિચારધારાને ચુસ્ત રીતે વળગી રહેલા ને સત્તાને બદલે સિદ્ધાંતોને મહત્ત્વ આપનારા નેતા છે.અત્યારે લોકસભામાં કુલ સાંસદો 542 છે અને તેમાંથી -293 સાંસદો એનડીએના છે. રાજ્યસભામાં 245 સાંસદો -છે. તેમાંથી એનડીએ પાસે 129 સાંસદો છે. આમ એનડીએ પાસે 422 સભ્ય મત છે. બહુમતી માટે જરૂૂરી 391 સાંસદ કરતાં એનડીએ પાસે 31 મત વધારે હોવાથી રાધાકૃષ્ણન -સરળતાથી જીતી જશે તેથી કોંગ્રેસ સહિતના વિપક્ષો ઊમેદવાર ઊભો રાખે તો પણ ચૂંટણી લડ્યા એટલો સંતોષ મેળવવાથી -વધારે કંઈ મળવાનું નથી.

આ સંતોષ મેળવવાના બદલે વિપક્ષો -રાધાકૃષ્ણન સામે ઉમેદવાર નહીં ઊભો રાખવાની ખેલદિલી -બતાવશે તો તેમનું પણ ગૌરવ જળવાશે. સી.પી. -રાધાકૃષ્ણનનો રેકોર્ડ સ્વચ્છ છે અને ધનખડની જેમ ચાપલૂસી -કરીને આગળ આવ્યા નથી પણ જનતામાંથી આગળ આવેલા -ઉમેદવાર છે. વધારે મહત્ત્વની વાત એ છે કે, રાધાકૃષ્ણન વાજપેયી -સ્કૂલના વિદ્યાર્થી છે તેથી સત્તાને સર્વોપરી માનવાની માનસિકતા નથી. વાજપેયી વિરોધીઓને પણ માન આપવામાં માનતા ને સૌજન્યપૂર્ણ રીતે વર્તતા. સંઘી તો વાજપેયી પણ હતા ને કોંગ્રેસ પોતે તેમનાં -ઓવારણાં લેતાં થાકતી નથી ત્યારે રાધાકૃષ્ણનને પણ કોંગ્રેસે -સ્વીકારવા જોઈએ. વાજપેયી સ્કૂના વેંકૈયાહા નાયડુ તટસ્થ ઉપરાષ્ટ્રપતિ સાબિત -થયા હતા અને પોતાના હોદાનું ગૌરવ જાળવીને વિદાય થયા હતા એ જોતાં કોંગ્રેસે વાજપેયી સ્કૂલના વધુ એક વિદ્યાર્થીને ટેકો -આપવો જોઈએ. કોંગ્રેસ ટેકો નહીં આપે તો પણ રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તો બનવાના જ છે પણ ટેકો આપીને કોંગ્રેસ પોતે -પણ ઉજળી દેખાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement