ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાધાકૃષ્ણનની ઉમેદવારી: મોદી પ્રથમ પ્રસ્તાવક
05:32 PM Aug 20, 2025 IST | Bhumika
રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને મંગળવારે પોતાનું ઉમેદવારી નોંધાવ્યું. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. તેઓ તેમના પ્રથમ પ્રસ્તાવક બન્યા. ચૂંટણી અધિકારીને ચાર ઉમેદવારી પત્રો સુપરત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ભાજપ અને એનડીએના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ સંસદ ભવન પહોંચ્યા અને રાધાકૃષ્ણન સાથે હાજર રહ્યા હતાં.
Advertisement
Advertisement