ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આર.અશ્ર્વિનની ટ્વિટથી SCA વિશ્ર્વભરમાં મજાકને પાત્ર બન્યું

01:00 PM Feb 13, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી પાંચ ટેસ્ટ મેચની સીરિઝ પૈકીની ત્રીજી ટેસ્ટ શરૂૂ થશે. આ માટે ભારતીય ટીમનું રાજકોટમાં આગમન થઈ ગયું છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટર આર અશ્વિને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસસિયેશનની સોશિયલ મીડિયા પર મજા લીધી હતી. આર અશ્વિને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ અને લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમના મીડિયા બોક્સનો ફોટો એક સાથે ટ્વિટ કર્યું હતું. એક તરફ લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમનું વર્લ્ડ ક્લાસ મીડિયા બોક્સ છે તો બીજી તરફ એસસીએ સ્ટેડિયમનું મોટું કપડું ઢાંકીને કામ કરાઇ રહ્યું છે તે મીડિયા બોક્સ છે. ગત 26 નવેમ્બરે ભારે પવન ફુંકાવાને કારણે મીડિયા બોક્સને નુકસાન થયું હતું ત્યારે 2 મહિના બાદ પણ હજુ સમારકામ પત્યું નથી. એસસીએ સ્ટેડિયમનું મીડિયા બોક્સ લોર્ડ્સના મીડિયા બોક્સથી પ્રેરિત થઈને બનાવાયું છે, ત્યારે અશ્વિનના આ ટ્વિટથી દુનિયાભરમાં એસસીએ મજાકને પાત્ર બન્યું છે.

Advertisement

Tags :
cricketcricket newsindiaindia newsSportssports news
Advertisement
Advertisement