રિલીઝ થયાના માત્ર થોડા જ કલાકોમાં જ ઓનલાઈન લીક થઈ 'પુષ્પા 2', આ વેબસાઈટ પર જોવા મળશે અલ્લુ અર્જુનની ફિલ્મ
લાંબા ઈંતજાર બાદ અલ્લુ અર્જુન સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા- ધ રૂલ' રિલીઝ થઈ ગઈ છે. ક્રાઈમ અને એક્શન થ્રિલર આ ફિલ્મની લંબાઈ 3 કલાક 20 મિનિટ છે. સવારના શો ચાહકોની પ્રથમ પસંદગી બની ગયો છે. પરંતુ આ બધાની વચ્ચે પુષ્પા 2ના નિર્માતાઓને મોટો ફટકો લાગ્યો છે. કારણ કે પુષ્પા પાર્ટ 2 રિલીઝના પહેલા જ દિવસે ઓનલાઈન લીક થઈ ગયો છે.
હવે તેના નિર્માતાઓને ફટકો લાગી શકે છે, કારણ કે 'પુષ્પા 2' તેના રિલીઝના થોડા કલાકોમાં જ પાઈરેસી પ્લેટફોર્મ પર ઓનલાઈન લીક થઈ ગઈ છે, જેના પછી લોકો હવે તેને મફતમાં ડાઉનલોડ કરીને જોઈ શકશે. એટલું જ નહીં, તે 1080p, 720p, 480p, 360p, 240p, HDમાં પાયરેસી પ્લેટફોર્મ પર લીક થઈ છે. આવી સ્થિતિમાં તેના કલેક્શન પર અસર પડી શકે છે, જે નિર્માતાઓ માટે ખરાબ સમાચાર છે.
વાસ્તવમાં આજે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી 'પુષ્પા 2'ના લગભગ તમામ શો હાઉસફુલ જોવા મળી રહ્યા છે. તે જ સમયે, જો લોકોને હવે આ ફિલ્મ મફતમાં જોવા મળશે, તો તેઓ થિયેટર નહીં જાય, જેના કારણે નિર્માતાઓને કમાણીના મામલામાં મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.