For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પુષ્કર પશુ મેળાનું અવનવું, 15 કરોડનો ઘોડો, 800 કિલોની ભેંસ

10:47 AM Oct 28, 2025 IST | admin
પુષ્કર પશુ મેળાનું અવનવું  15 કરોડનો ઘોડો  800 કિલોની ભેંસ

અજમેરના પુષ્કરમાં પશુ મેળો પૂરજોશમાં ચાલી રહ્યો છે. નવા રેતાળ મેળાના મેદાનોમાં ઘોડાઓની સંખ્યામાં વધારો થયો છે. પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના મોટાભાગના ઘોડા રાખનારાઓ વૈભવી તંબુઓમાં રાત વિતાવી રહ્યા છે. વૈભવી અને મોંઘા વાહનો તેમના તંબુઓની બહાર પાર્ક કરવામાં આવ્યા છે. બિકાનેરનો એક પશુપાલક પુષ્કરના રેતાળ ટેકરાઓમાં 800 કિલોગ્રામની મુર્રા જાતિની ભેંસ લઈને આવ્યો છે, જેની કિંમત લગભગ 10 લાખ રૂૂપિયા છે. મેળામાં 5 વર્ષનો ઘોડો બાદલ પણ આવ્યો છે.

Advertisement

બાદલ પહેલાથી જ 285 બચ્ચાનો બાપ બની ચૂક્યો છે, જેની કિંમત 11 કરોડ રૂૂપિયા છે. જોકે, બાદલના માલિક રાહુલ તેને વેચવાનો ઇનકાર કરે છે. પંજાબના પશુપાલક ગેરી તેના છ શોમાં વિજેતા ઘોડા શાહબાઝ સાથે પુષ્કર મેળામાં પહોંચ્યા છે, જેની કિંમત 15 કરોડ રૂૂપિયા છે. શાહબાઝની પ્રજનન રકમ 2 લાખ રૂૂપિયા છે. મેળામાં ભક્તોની સાથે દેશી-વિદેશી પ્રવાસીઓનો ધસારો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. મેળામાં 2,102 ઘોડા જે સૌથી વધુ સંખ્યા હતી. વધુમાં, 917 ઊંટ, 1 ગાય અને 1 ભેંસ પણ હાજર હતી. રાજસ્થાનની બહારથી કુલ 234 પ્રાણીઓ આવ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement